રાજકોટમાં મંગળવારના રોજ બનેલી એક ચોક આવનારી ઘટના સામે આવી હતી. યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં મંગળવારના રોજ એક યુવકે પોતાના જ મિત્રોનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃત દેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યું હતું. સમગ્ર ઘટનાને લઇને વિસ્તૃતમાં વાત કરીએ તો, નેન્સી અને હુસેન નામના વ્યક્તિના લગ્ન આજથી લગભગ સાતથી આઠ વર્ષ પહેલા થયા હતા. નેન્સીએ અને હુસેને પ્રેમ લગ્ન કર્યા હતા. મળતી માહિતી અનુસાર નેન્સી છેલ્લા ત્રણ વર્ષથી હુસેનના મિત્ર અખ્તરના પ્રેમમાં હતી.
છેલ્લા કેટલાક સમયથી હુસેનને પોતાની પત્ની પોતાના જ મિત્રના પ્રેમમાં હોવાની જાણ થઈ હતી. પરંતુ હુસેન બંનેને રંગે હાથ પકડવા માગતો હતો. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ હુસેનને જાણકારી મળી કે, તેની પત્ની અને તેનો મિત્ર અખ્તરના સાથે છે. આ વાતની જાણ થતા જ હુસેન પોતાના એક મિત્ર સાથે ત્યાં પહોંચી આવ્યો હતો.
ત્યાં અખ્તર અને નેન્સી પ્રેમાલાપ કરી રહ્યા હતા. બંનેને આ હાલતમાં જોઈને હુસેન ભારે ગુસ્સામાં ભરાયો હતો. ગુસ્સામાં આવીને તેને ધારદાર વસ્તુ વડે અખ્તર પર 11 વખત પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં અખ્તર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તેથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો.
પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં અખ્તરનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે આરોપી હુસેનને પકડી પાડ્યો હતો. આ ઘટનામાં હુસેનનો સાથ દેનાર વ્યક્તિ હજુ મળ્યો નથી પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો અખ્તર મંડપ સર્વિસનું કામકાજ કરતો હતો. થોડા દિવસો પહેલાં જ તેના પિતાનું મૃત્યુ થયું હતું. અખ્તરના તેની માતા સાથે પોતાની નાની ભેગો રહેતો હતો. અખ્તરના મૃત્યુના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment