મિત્રો આજકાલના યુવાનો અને યુવતીઓ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે નતનવી હરકતો કરતા હોય છે. તમે ઘણા એવા વિડીયો જોયા હશે જેમાં લોકો વિડીયો બનાવવાના ચક્કરમાં જોખમી સ્ટંટ કરતા હોય છે. વાયરલ થઈ રહેલા આવા વિડીયો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હોય છે.
ત્યારે રાજકોટ શહેરમાં એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક યુવકો રાજકોટના ન્યારી ડેમમાં પોતાની થાર ગાડી પાણીમાં ફેરવતા જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જોઈને ત્યાં ઉભેલા કેટલાક લોકો ચોકી ગયા હતા.
ત્રણ યુવકો થાર ગાડી પાણીની અંદર ચલાવતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગાડીનું બોનેટ પણ પાણીમાં ડૂબી ગયું છે. એક યુવક ગાડી ચલાવી રહ્યો છે અને અન્ય બે યુવકો ગાડીમાં બંને સાઈડ ઊભા રહીને નતનવી હરકત કરતા જોવા મળી રહ્યા છે.
હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પોલીસ આ યુવકોને શોધીને તેમને કાયદાનું ભાન કરાવશે. મળતી માહિતી અનુસાર રાજકોટમાં ભારે વરસાદ પડવાના કારણે તંત્ર દ્વારા ડેમ, તળાવ, સરોવર નજીક બિનજરૂરી પ્રવાસ ટાળવાની સૂચના જાહેર કરવામાં આવી હતી.
તેમ છતાં પણ આવા તત્વો વિડીયો બનાવવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં નાખીને આવા જોખમી સ્ટંટ કરતાં જોવા મળી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ત્રણ યુવકો પોતાની થાર ગાડી ડેમના પાણીની અંદર લઈ જાય છે.
રાજકોટમાં વિડીયો બનાવવાના ચક્કરમાં 3 યુવકોએ થાર ગાડી ડેમના પાણીમાં ઉતારી – જુઓ આજ સ્ટંટના લાઈવ દ્રશ્યો… pic.twitter.com/Q3Hp2aFwSy
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2022
આ સમયે તેના મિત્રો બહાર ઉભા હતા અને તેઓ આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરે છે. ઉપરાંત આજુબાજુ ઉભેલા લોકો આ જોખમી સ્ટંટ જોઈને ચોકી ઉઠ્યા હતા. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment