રાજકોટ શહેરમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. રાજકોટ શહેરના રૈયા રોડ પર આઝાદ ચોક નજીક ઈંડાની લારી ચલાવતા યુવક સાથે બે શખ્સોએ બોલાચાલી કરી હતી.
ત્યારબાદ બંને મળીને લારી ચલાવનાર યુવક પર ધારદાર વસ્તુઓ વડે પ્રહાર કર્યા હતા. આ દરમિયાન યુવકના પિતા જ્યારે વચ્ચે પડ્યા ત્યારે આરોપીઓએ તેના પિતા ઉપર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ બાપ-દીકરાને એક સાથે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન જુનેદ નામના 30 વર્ષના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
વિગતવાર વાત કરે તો, જુનેદ આઝાદ ચોકમાં ઈંડાની લારી ચલાવતો હતો. આ દરમિયાન બે અજાણ્યા શપ્સોએ જુનેદ ઉપર અને તેના પિતા ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા હતા. જેના કારણે જુનેદ અને તેના પિતા બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પછી બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જુનેદે અંતિમ શ્વાસ લીધા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, પૈસાની લેતી દેતીમાં બોલાચાલી થયા બાદ આ ઘટના બની હતી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ મૃતકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment