રાજકોટમાં લોક ડાયરામાંથી મોડી રાત્રે ઘરે આવી રહેલા 2 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, પરિવારે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો…

Published on: 5:19 pm, Tue, 12 April 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે રાજકોટના બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 21 વર્ષના એક યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટના ખોખડદડના બોલી પાસે એક તુફાન ગાડીએ બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

અકસ્માતની ઘટના બની ત્યારે બાઇક પર બે યુવકો સવાર હતા. તેમાંથી એકનું કરુણ મૃત્યુ થયું છે અને એકને ગંભીર ઇજા પહોંચી છે. એકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બંને મિત્રો નગરમાં યોજાયી ભાગવત કથાના લોક ડાયરામાંથી ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી. જડેશ્વર સોસાયટીમાં રહેતા એક 21 વર્ષીય પાર્થ નરેશભાઈ બાલસરા અને તેનો 19 વર્ષીય મિત્ર જયરાજ ભુપતભાઈ મકવાણા બંને રાત્રે બાઈક લઈને લોકડાયરામાં ગયા હતા. લગભગ ત્રણ વાગ્યાની આસપાસ મોડી રાત્રે તેઓ ઘરે પરત આવતા હતા.

ત્યારે એક તુફાન ગાડીએ તેમની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ઠક્કર ના કારણે બંને મિત્રો ફંગોળાઈ ગયા હતા. અકસ્માત બન્યા બાદ તુફાન ગાડી ચાલક ઘટના સ્થળે ગાડી મૂકીને ફરાર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં પાર્થનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

જ્યારે જયરાજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુ પામેલો પાર્થ માતા-પિતાનો એકનો એક લાડકવાયો દીકરો હતો. સમગ્ર ઘટનાને લઇને આજીડેમ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામેલા યુવકે રવિવારના રોજ LRDની પરીક્ષા આપી હતી. આ સમગ્ર ઘટનાને લઇને આજીડેમમાં પોલીસે અજાણ્યા દુકાને ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટમાં લોક ડાયરામાંથી મોડી રાત્રે ઘરે આવી રહેલા 2 મિત્રોને રસ્તામાં નડ્યો અકસ્માત, પરિવારે એકનો એક લાડકવાયો દીકરો ગુમાવ્યો…"

Leave a comment

Your email address will not be published.


*