પાટણમાં બે બાળકોની માતાને પ્રેમમાં ફસાવીને પ્રેમીએ 67 તોલા સોનુ અને 4 કિલો ચાંદી પડાવી, ખરાબ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને મરવા માટે મજબૂર કરી…

પાટણમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકા સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ હચમચી જશો. પાટણમાં બે બાળકોની માતાને એક વ્યક્તિએ પ્રેમ સંબંધમાં ફસાવી તેની પાસેથી 67 તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદીના દાગીના એક મહિનાના વાયદે લઇને પરત ન આપ્યા અને મહિલાને ખરાબ ખરાબ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત પ્રેમીઓ પોતાની પ્રેમિકાને હેરાન પરેશાન કરીને મરવા માટે મજબૂર કરી દીધી હતી. જેથી પ્રેમિકા પોતાના પ્રેમીના ત્રાસથી કંટાળીને પાટણના સિદ્ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલી મહિલાના પતિએ પાટણના યુવક ઠક્કર મહેશભાઈ રમેશભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, શુક્રવારના રોજ પાટણ શહેરમાં સિદ્ધિ સરોવરમાં બે બાળકોની માતાએ કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના પતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પાટણના રતિયાળ નગરમાં રહેતા 25 વર્ષના ઠક્કર મહેશભાઈ રમેશભાઈ નામનો યુવક થોડાક સમય પહેલા તેની પત્ની સાથે સોશિયલ મીડિયા પર કોન્ટેકમાં આવ્યો હતો.

પામેલી મહિલાનું નામ દિક્ષિતાબેન મોદી હતું. દિક્ષિતાબેન જીમમાં જતા હતા. ત્યાં યુવક આવતો હતો અને દિક્ષિતાબેન સાથે રૂબરૂ મળીને તેની સાથે મિત્રતા કરી હતી. ત્યાર પછી દિક્ષિતા બહેનને પોતાના વિશ્વાસમાં લઈને પોતાનો બિઝનેસ અમદાવાદમાં ચાલતો હોય તેમાં ઘણા રૂપિયા રોકેલા છે જેથી તેને પૈસાની જરૂર હોવાનું કહીને તેને દિક્ષિતાબેન પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી.

જેથી દિક્ષિતા બહેને તેના પર વિશ્વાસ કરીને પોતાનું 67 તોલા સોનું અને સાડા ચાર કિલો ચાંદીના ઘરેણા તેને આપ્યા હતા. એક મહિનામાં બધા ઘરેણા પરત આપશે તેઓ વાયદો પણ કર્યો હતો. ત્યાર પછી બંને એક ગેસ્ટ હાઉસમાં ગયા હતા અને ત્યાં એકબીજાની સંમતિથી બંને એકસાથે શ-રીર સ-બંધ બાંધ્યા હતા. આરોપી યુવકે તેના કેટલાક ફોટા પાડી લીધા હતા અને ત્યારબાદ તેને મહિલાને તે ફોટા બતાવીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.

ઘરેણા પરત નહીં આપે અને ફોટા વાયરલ કરી દેશે તેવી ધમકીઓ આરોપી આપતો હતો. જેના ત્રાસથી કંટાળીને મહિલાએ સરોવરમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે મહિલાના પતિની ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*