પાટણમાં સાવ નાની એવી વાતમાં બોલ્યા ચાલી થતા 3 આરોપીએ મળીને 20 વર્ષના યુવકનો જીવ લઈ લીધો… જાણો કઈ બાબતમાં થઈ હતી માથાકૂટ…

ગુજરાતમાં જીવ લેવાની ઘટનાઓ દિવસ અને દિવસે વધી રહે છે. ઘણી વખતે તમે એવી ઘટનાઓ સાંભળી હશે. જેમાં નાની નાની વાતમાં થયેલા ઝઘડામાં લોકો એકબીજાના જીવના દુશ્મન બની જતા હોય છે. ત્યારે પાટણમાં બનેલી તેવી એક ઘટના સામે આવી રહી છે.

અહીં ચાણસ્મા હાઇવે સ્થિત નિર્માણ નગર પાસે મંગળવારના રોજ રાત્રિના સમયે સામાન્ય વાતમાં થયેલી બોલા ચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. આ ઘટનામાં બે ભાઈઓ અને પિતાએ મળીને એક 20 વર્ષના યુવકનો જીવ લઈ લીધો હતો.

આ ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર મંગળવારના રોજ રાત્રિના સમયે તેમનો દીકરો હર્ષ રાજેન્દ્રભાઈ પરમાર લીલા વાડી પાસે આવેલા પાર્લર પર ઉભો હતો. આ દરમિયાન સિદ્ધાર્થ અરવિંદભાઈ વાવડીયા નામનો યુવક પાર્લર પર કોઈ વસ્તુ લેવા માટે આવ્યો હતો.

ત્યારે હર્ષ સાથે સામાન્ય હાથની કોણી અડી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. જોતો જોતા માં બોલા ચાલીએ ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતું. પછી તો સિદ્ધાર્થના ભાઈ યુવરાજ અને તેના પિતા અરવિંદભાઈએ મળીને હર્ષ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.

મળતી માહિતી અનુસાર સમગ્ર ઘટના બન્યા બાદ હર્ષની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

માત્ર 20 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*