પારડીમાં માતા-પિતાની વાતનું ખોટું લગાડીને 20 વર્ષના દીકરાએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ખાસ કરીને છેલ્લા થોડા દિવસોથી નાની ઉંમરના યુવકોની જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે પારડી વલસાડ ઝાંપા ખાતે રહેતા 20 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.

આ ઘટના બનતા જ પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી મુજબ પારડી વલસાડી ઝાંપા ખાતે રહેતા સરમુખભાઈ કાશીરામ માંગ ગત રવિવારના રોજ વલસાડ ખાતે મંદિરે દર્શન કરવા માટે પોતાની પત્ની રેખાબેન સાથે જવા નીકળ્યા હતા. આ દરમિયાન સરમુખભાઈ પોતાના 20 વર્ષીય પુત્ર સાગરને મંદિરે સાથે આવવાનું કહ્યું હતું.

ત્યારે સાગરે મંદિરે આવવાની ના પાડી હતી. ત્યારે માતા પિતાએ કહ્યું હતું કે અમે ભાડુ ખર્ચીને તને મંદિરે લઈ જઈએ છીએ છતાં પણ તારે મંદિરે આવું નથી. બસ આમ કહીને માતા-પિતાએ સાગરને મીઠો ઠપકો આપ્યો હતો. ત્યારબાદ સાગરના માતા પિતા મંદિરે જવા માટે નીકળી ગયા હતા.

જ્યારે સાંજના આઠ વાગ્યાની આસપાસ સાગરના માતા પિતા ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખોલ્યો અને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. દરવાજો ખોલતા જ માતા-પિતાને 20 વર્ષીય દીકરો સાગર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને માતા પિતાએ બૂમાબૂમ કરી હતી.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સાગરને ઉપરથી નીચે ઉતારીને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં હાજર તબીબે સાગરને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

સાગરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, માતા-પિતાએ મંદિરે આવવા માટે મીઠો ઠપકો આપ્યો હતો અને આ વાતનું ખોટું લગાડીને સાગરે આ પગલું ભર્યું હશે. હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*