સુરતમાં પાંડેસરા વિસ્તારમાં એક બહેને તેના 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું…

Published on: 3:33 pm, Mon, 6 September 21

સુરતનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ચાર વર્ષની બહેનને પોતાના બે વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું હતું. ઘટનાની જાણ થતા માસુમ બાળકને તાત્કાલિક 108ની મદદથી સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર બાળકની માતાએ જણાવ્યું કે મેં મારા બે વર્ષના બાળકને મારી ચાર વર્ષની દીકરી ના ભરોસે મુકીને બજારમાંથી સામાન લેવા ગઈ હતી.

પરંતુ જ્યારે હું પરત ફરી ત્યારે પડોશીએ કહ્યું કે બહેને ભાઈને બોટલમાંથી એસિડ કાઢી ને પીવડાવી દીધું છે. આ સાંભળીને બાળકની માતાને હોશ ઉડી ગયા હતા.

પડોશીએ 108ને ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરી બાળકને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ તેઓ બિહારના રહેવાસી છે અને તેઓ ત્રણ વર્ષથી સુરતમાં રહે છે.

મળતી માહિતી અનુસાર ડોક્ટરે કહ્યું કે બાળકની સ્વરપેટી અને અન્નનળી માં નુકસાન થઈ શકે છે. મળતી માહિતી અનુસાર હાલમાં બાળકની હાલત ખૂબ જ ખરાબ છે.

બાળકોની એકલા છોડી બહાર જવાની ભૂલ કે નાના ભાઇ-બહેનને એક બીજાના ભરોસે મુકીને જવાની ભૂલ ક્યારેય કરવી ન જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સુરતમાં પાંડેસરા વિસ્તારમાં એક બહેને તેના 2 વર્ષના ભાઈને એસિડ પીવડાવી દીધું…"

Leave a comment

Your email address will not be published.


*