પાલનપુરમાં બહેનની બંને કિડની ફેલ થઈ જતા, ભાઈ એવું કામ કર્યું કે… સાંભળીને તમે પણ વાહ વાહ કરવા લાગશે…

કહેવાય છે ને કે એક ભાઈ પોતાનો ધર્મ નિભાવવા બહેન માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતો હોય છે. હાલમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ભાઈ પોતાની બહેનનો જીવ બચાવવા માટે પોતાની કિડની આપીને પોતાની બહેનનો જીવ બચાવે છે. વિગતવાર જાણીએ તો પાલનપુરના પોલીસ હેડ ક્વાર્ટર્સ વિસ્તારમાં લોન્ડ્રી ઉદ્યોગ સાથે સંકળાયેલા નવીનભાઈ પ્રજાપતિએ તેમના બહેનની જિંદગી બચાવવા પોતાની એક કિડની આપી ભાઈનો ધર્મ નિભાવ્યો છે.

ભાઈએ નવજીવન આપી રક્ષાબંધનને તેની રક્ષા કરવાનો તેમજ તમામ સુખ દુઃખમાં સાથ આપવાનો જાણે વચન નિભાવ્યો છે. કિડની આપ્યા બાદ પૂજાબેન અમેરિકા સ્થાયી થઈ જતા નવીનભાઈ ને રાખડી બાંધી શક્યા નથી. પૂજાબેન ની બીપી વધી જતાં બ્લીડિંગ થતા બાળક ગુમાવવું પડ્યું અને બંને કિડની પણ ફેલ થઈ ગઈ હતી.

મૂળ થરાદના અને 30 વર્ષથી પાલનપુર સ્થાયી થયેલા પ્રજાપતિ પરિવારના સભ્ય પૂજાબેનના લગ્ન 2012 માં કલોલના ગીરીશભાઈ પ્રજાપતિ સાથે થયા હતા. પૂજાબેન ને અગાઉ એક બાળક હતું, 2019 માં સેકન્ડ પ્રેગ્નન્સી હતી. પરંતુ હાઈ બીપી થવાના કારણે હેવી બ્લડિંગ થયું અને બાળક ગુમાવવું પડ્યું અને બંને કીડનીઓ ફેલ થઈ ગઈ.

આ દરમિયાન ડાયાલિસિસ કરવું પડ્યું જો કે કિડની બદલવાની નોબત આવતા પૂજા બેનના શરીર પ્રમાણે પરિવારોની કિડની સેટ ન થઈ. તેવામાં પૂજાબેન નો ભાઈ નવીન તેની નાની બહેનની મદદથી આવ્યો અને નવીનભાઈ ની કિડની પૂજાબેનને સેટ થઈ ગઈ અને એક ભાઈ બહેનના પવિત્ર પ્રેમની મિશાલ કાયમ કરી. કોરોના કાળ બાદ ગીરીશભાઈ અને પૂજાબેન અમેરિકા શિફ્ટ થઈ ગયા. નવીનભાઈએ જણાવ્યું કે પૂજાબેન અમેરિકામાં એકદમ સ્વસ્થ છે અને ઘરનું તમામ કામ જાતે કરે છે.

નવીનભાઈ પાલનપુર માં આવેલા પોલીસ હેડ ક્વાર્ટર્સ વિસ્તારમાં લોન્ડરી ઉદ્યોગ પરિવાર સાથે ચલાવીએ છીએ. તેમના મિત્ર ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે નવીનભાઈએ બહેનને પોતાની એક કિડની આપીને તેમનું જીવન તો બચાવ્યું છે સાથે સાથે તેમનો નાનો ભાઈ ધર્મેશ પ્રજાપતિ 2016 માં 32 વર્ષની ઉંમરે બે સંતાનોને મૂકીને દુનિયા છોડી ગયો હતો. તેના બંને સંતાનો પણ દત્તક લીધા છે અને હાલ નવીનભાઈ બીજા ભાઈ ધવલ અને માતા-પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*