પાલનપુરમાં હડકાઈ ગાયે એકટીવાનો 100 મીટર સુધી પીછો કર્યો, ગાયે પગ અને શીંગડા વડે એક્ટિવા સવાર નિવૃત શિક્ષકનો જીવ લઇ લીધો…

પાલનપુરમાં રવિવારના રોજ સવારે બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાલનપુરમાં રવિવારે સવારે હનુમાન ટેકરી નજીક એક નિવૃત શિક્ષક સંબંધીની ખબર કાઢીને ઘરે આવવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન હનુમાન ટેકરી પાસે એક હડકાઈ ગાયે નિવૃત શિક્ષકને અડફેટેમાં લીધા હતા.

ગાયે ત્યારબાદ પગ અને શીંગડા વડે શિક્ષક પર પ્રહાર કર્યા હતા આ કારણોસર શિક્ષક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ તેમને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પહેલાં તેમનું કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો.

મળતી માહિતી અનુસાર પાલનપુરના ફેબરી રોડ નજીક આવેલા શ્રીરામ નગર સોસાયટીના નિવૃત શિક્ષક દશરથભાઈ લીમ્બાચીયા પોતાની GJ 08 AS 5586 નંબરની એકટીવા લઈને બિહારીબાગની સામે આવેલી હોસ્પિટલમાં પોતાની સંબંધીની ખબર કાઢવા ગયા હતા.

ખબર કાઢીને તેઓ ઘરે આવતા હતા. ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે એક હડકાઈ ગાયે લોકોને પરેશાન કરી મુક્યા હતા. આ દરમિયાન દશરથભાઈ ગાયની બાજુમાંથી પુરપાટ ઝડપે એકટીવા કાઢે છે. ત્યારબાદ ગાય એકટીવાનો પીછો કરે છે. ગાયને પાછળ આવતા જોઈને દશરથભાઈ એકટીવા નીલકંઠ સોસાયટીમાં ઘુસાવી દીધી હતી.

આગળ રસ્તો ન હતો તેથી દશરથભાઈ ત્યાં જ ઊભા રહી ગયા હતા. ત્યારે ગાયે દશરથભાઈને એક્ટીવા પરથી ઊછળીને નીચે પાડ્યા હતા. ત્યારબાદ ગાય પગ અને શીંગડા વડે દશરથભાઈ પર પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં દશરથભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

ઘટના બની ત્યારે આજુબાજુના લોકો ત્યાં દોડી આવ્યા અને ગાયને ભગાડી દીધી હતી. ત્યારબાદ 108ની મદદથી દશરથભાઈ ને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ દશરથભાઈને સારવાર મળે તે પહેલાં તો તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં અને સમગ્ર પંથકમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*