ગુજરાત રાજ્યમાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહે છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર વડોદરાના પાદરામાં અજાણ્યા શખ્સોએ પતિ પત્ની પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો છે. પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે પતરાનું છાપરું બનાવીને એક પતિ પત્ની રહેતા હતા.
આ પતિ પત્ની કચરો ભેગો કરીને વેચીને તેમાંથી રૂપિયા કમાતા અને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ગઈકાલે મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ પતિ-પત્ની ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો. અજાણ્યા શખ્સોએ પતિ-પત્નીને એવું દર્દનાક મોત આપ્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.
જાણવા મળી રહ્યું છે કે પતિ પત્નીનો જીવ લીધા બાદ બંનેના મૃતદેહને ગોદડામાં લપટીને કેનાલમાં ફેકીને અજાણ્યા શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી પતિ-પત્નીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટનામાં 55 વર્ષીય રમણ ફતેસિંહ સોલંકી અને તેમની પત્ની ધનુબેન સોલંકીનો જીવ લઈ લેવામાં આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ગઈકાલે આરોપીઓએ બંને ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો અને ત્યારબાદ તેમના મૃતદેહને કેનાલમાં ફેંકી દીધું હતું.
બંનેનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આજરોજ સવારે આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢીને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. આ ઘટના બનતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment