કોરોના ને કાબુમાં લેવા ગુજરાત હાઇકોર્ટ સરકારની ઝાટકણી કાઢતા 43 પેજ ભરીને આપ્યા નિર્દેશ.

ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો ની અરજી ને લઈને સરકારે હાઈકોર્ટને 43 પાના નો હુકમ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા જણાવ્યું કે રાત્રી કર્ફ્યુ લગાવવામાં આવ્યો તે પૂરતો નથી. રાજ્યમાં વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે માટે સરકારે વાયરસ ની ચેન તોડવા માટે કડક પગલાં લેવા જોઈએ.

ગુજરાતની હોસ્પિટલમાં સ્વચ્છતા સહિતના અનેક મુદ્દાઓ પર હાઇકોર્ટે લાલઘુમ થઇ હતી. તાજેતરમાં અમદાવાદના જીએમડીસી મેદાનમાં આવેલા કનવેશન હોલ ખાતે DRDO ના સહયોગથી સ્થપાયેલી કોવિડ હોસ્પિટલ સ્વચ્છતા મુદ્દે પણ સરકારને ટપારી હતી.

રાજ્યમાં હાલની પરિસ્થિતિને ગંભીરતાથી લેતા રાજ્ય સરકારને RTPCR ટેસ્ટિંગ વધુ ભાર આપવા માટે નિર્દેશ કર્યો હતો. સાથોસાથ RTPCR ટેસ્ટિંગના યોગ્ય આંકડા જાહેર કરવા સૂચના પણ આપી હતી.

વાયરસના વધતા કેસ વચ્ચે ગુજરાત હાઇકોર્ટમાં ગઈકાલે સુઓમોટો કેસ હેઠળ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ગઈકાલે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું.

અને રાજ્યમાં વાયરસને રોકવા માટે શું શું કામ કરવામાં આવ્યા છે તે મુદ્દે માહિતી આપવામાં આવી હતી. નોંધનીય છે કે અમદાવાદમાં દર્દીઓની સારવાર માટે બેડ નથી મળી રહ્યા છે.

ત્યારે ગઈકાલની સુનાવણીમાં હાઇકોર્ટે રિયલ ટાઈમ બેડ અવેબિલિટી મામલે એમસીના વકીલને ખખડાવ્યા હતા. હાઈકોર્ટે કહ્યું કે હોસ્પિટલ આગળ બોર્ડ લગાવવા થી કંઈ નહીં થાય. દર્દીઓને એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકટા ન છોડી શકાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*