મુંબઈમાં એક કાર ચાલકની ભૂલના કારણે બે બાઇક રસ્તા પર સામ-સામે ટકરાઇ, જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો

50

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ છે અકસ્માતમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મુંબઈમાં(Mumbai) શ્વાસ અધ્ધર કરી દે તેવી અકસ્માતની ઘટના નો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં(Lower Parel area) આ અકસ્માતની ઘટના થઈ હતી.

જેમાં એક કાર ચાલકની ભૂલના કારણે બે બાઇક એકબીજા સાથે અથડાઈ હતી. અકસ્માત દરમિયાન એક બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે બાઇક પર સવાર અન્ય એક સાથીની હાલત ખુબ જ નાજુક છે.

અને બીજા બાઈક સવાર યુવકને ગંભીર ઈજા પહોંચી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે એક કાર ચાલક અચાનક જ પોતાની કારને વાળી લે છે. તેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાય છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના 29 સપ્ટેમ્બરના રોજ રાત્રે લોઅર પરેલમાં ફીનિક્સ મોલની સામે બની હતી. મળતી માહિતી અનુસાર દાદર તરફ જતી એક કાર્ય અચાનક યુ-ટર્ન લીધો હતો.

ત્યારે સામેથી આવતી એક બાઈક ચાલકે કારને ટક્કર લગાવી હતી અને બીજી તરફ ફગોળાઈ જાય છે અને અન્ય એક બાઇક સાથે તેમનું ગંભીર અકસ્માત થાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ દાખલ કરી હતી. અકસ્માત બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો અને પોલીસ કાર ચાલકની શોધખોળ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!