મુંબઈમાં 56 વર્ષના નરાધને 32 વર્ષની મહિલાનો જીવ લઈને કટર વડે શરીરના નાના-નાના ટુકડા કર્યા, પછી શરીરના ટુકડા કુકરમાં નાખીને… હિંમત હોય તો જ આગળ વાંચજો…

Published on: 1:33 pm, Thu, 8 June 23

Mumbai Murder: મુંબઈમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 56 વર્ષના વ્યક્તિએ 32 વર્ષની મહિલાનો જીવ લઇ લીધો હતો. મહિલાનો જીવ લઈને પછી તેના શરીર સાથે નરાધામ વ્યક્તિએ કંઈક એવું કર્યું કે સાંભળીને હૈયુ ધ્રુજે ઉડશે. મુંબઈના(Mumbai) મીરા રોડ(Meera Road) ઉપર વિસ્તારમાં એક 32 વર્ષીય મહિલાનો 56 વર્ષીય લીવ-ઈન પાર્ટનર(Live-in Partner Murder) દ્વારા જીવ લઈ લેવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી ANI દ્વારા આરોપી મનોજ સાહનીની તસવીર જાહેર કરવામાં આવી છે.

પોતાના પાર્ટનરનો જીવ લીધા બાદ નરાધમ આરોપીએ મહિલાના શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા. પછી દુર્ગંધ ન આવે તે માટે મૃતદેહના ટુકડાને કુકરમાં ઉકાળીયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યાર પછી ગુસ્સામાં આવેલા આરોપીએ તેનો જીવ લઈ લીધો હતો.

મહિલાની બોડીના ટુકડા પોલીસ એમ્બ્યુલન્સમાં લઈ ગઈ હતી.

વિગતવાર વાત કરે તો આરોપીનું નામ મનોજ સાહની છે. તે છેલ્લા ત્રણ વર્ષથી મીરા રોડ વિસ્તારમાં આકાશગંગા બિલ્ડીંગના સાતમા માળે ભાડાના ફ્લેટમાં સરસ્વતી નામની મહિલા સાથે રહેતો હતો. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગમાંથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી તેથી બુધવારના રોજ બિલ્ડીંગના લોકોએ આ વાતની જાણ પોલીસને કરી હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

ત્યારબાદ પોલીસ અહીં તપાસ માટે પહોંચી હતી. ત્યાર પછી આ સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. પોલીસને શંકા છે કે આરોપીએ મહિલાના શરીરના કેટલાક ભાગ રખડતા કૂતરાઓને ખવડાવી દીધા છે. બિલ્ડીંગમાં રહેતા લોકોએ જણાવ્યું કે આરોપી, આરોપી છેલ્લા બે ત્રણ દિવસથી કુતરાઓને કંઈક ખવડાવતો નજરે પડી રહ્યો છે. આ પહેલા તેમને આરોપીને આવું ક્યારેય કરતા જોયો નથી.

મૃતદેહના ટુકડાઓને લઈ જતી પોલીસ. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ મહિલાના શરીરના ઉપરના ભાગને નષ્ટ કરી નાખ્યો હતો. પોલીસને મહિલાના પગના ટુકડા જ મળ્યા હતા.

હાલમાં તો પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે પોલીસને ફ્લેટમાંથી મહિલાના મૃતદેહના કેટલાક ટુકડા મળી આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીએ બે ત્રણ દિવસ પહેલા મહિલાનો જીવ લીધો હશે. આ ઘટના કઈ તારીખે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, મનોજ અને સરસ્વતી વચ્ચે કોઈ મુદ્દાને લઈને ઝઘડો થઈ ગયો હતો. ત્યાર પછી ગુસ્સામાં ભરાયેલા મનોજે સરસ્વતી નો જીવ લઈ લીધો હતો. પછી કટર વડે તેના શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા હતા. પછી દુર્ગંધ ન આવે એટલે કેટલાક શરીરના ટુકડાને કુકરમાં બાફ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મુંબઈમાં 56 વર્ષના નરાધને 32 વર્ષની મહિલાનો જીવ લઈને કટર વડે શરીરના નાના-નાના ટુકડા કર્યા, પછી શરીરના ટુકડા કુકરમાં નાખીને… હિંમત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*