મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોરબીમાં કોરોના ની સ્થિતિ ને નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું અને વધારાની સુવિધાઓ અંગે કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. મોરબીમાં કોરોના ની ખતરનાક સ્થિતિ જોતા ખુદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દોડી આવ્યા હતા.
અને તેઓએ ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. તાબડતોડ 48 કલાકમાં જ મોરબીમાં કોરોના ટેસ્ટિંગ લેબોરેટરી ઉભી કરવા નિર્ણય લીધો હતો.
મુખ્યમંત્રી રૂપાણી પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે, જિલ્લાના તમામ પીએચસી અને સીએસસી સેન્ટરની મદદથી પંદર-પંદર બેડની સુવિધા ઉપલબ્ધ બનાવી વધારાના.
500 બેડની સુવિધા કોરોના ના દર્દીઓ માટે ઊભી કરવામાં આવશે. મોરબી જિલ્લાની પરિસ્થિતિ એકંદર નિયંત્રણમાં હોવાનું જાહેર કરતાં થોડું આશ્ચર્ય પણ સર્જાયું હતું.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગઈકાલે મોતનો આંકડો 35 પર પહોંચ્યો છે તો સાથે કોરોનાની કેસની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોના ના 4021 કેસ નોંધાયા છે.
અને 2197 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓ કોરોના મુક્ત થયા છે તો આજે 35 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment