ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. ત્યારે મોરબીમાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી રહી છે. વિગતવાર વાત કરીએ તો મોરબીના ખાનપર ગામે અગમ્યા કારણોસર એક વ્યક્તિએ પોતાની પત્નીનો જીવ લઈ લીધો છે. આરોપી પતિએ પોતાની પત્નીનો જીવ લીધા બાદ તેના મૃતદેહ સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે.
મળતી માહિતી અનુસાર, આરોપી પતિ પોતાની પત્નીનો જીવ લીધા બાદ તેના મૃતદેહને ગાડીમાં મૂકીને રાતોરાત છોટા ઉદયપુર ખાતે પોતાની પત્નીના પિયરમાં પહોંચ્યો હતો. આ ઘટના બનતા જ સ્થાનિક લોકોએ ઘટનાની માહિતી પોલીસને આપી હતી.
ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપીની અટકાયત કરી હતી.આરોપી યુવકનું નામ રેમલ નાયક છે. રેમલ નાયકે પોતાની પત્ની પર દાતરડા વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો. જીવ લીધા બાદ પોતાની પત્નીના મૃતદેહને કારમાં મૂકીને રાતોરાત તેના પિયર પહોંચ્યો હતો.
આરોપી 450 kmનું અંતર કાપીને પોતાની પત્નીના પિયર છોટા ઉદયપુર પહોંચ્યો હતો. પછી કારમાંથી પોતાની પત્નીના મૃતદેહને બહાર કાઢીને પિયર પક્ષની સામે ઊભો રહ્યો હતો.દીકરીનું મૃતદેહ જોઈને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કર્યું હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે. આરોપી યુવકે પોતાની પત્નીનો જીવ શા માટે લીધો તેની કોઈપણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment