મહેસાણામાં માત્ર 2 હજાર રૂપિયા આપવાની ના પાડતા, પડોશમાં રહેતા યુવકે મહિલા પ્રિન્સિપલનો જીવ લઈ લીધો – જાણો સમગ્ર ઘટના

Published on: 5:10 pm, Thu, 19 May 22

ગઈકાલે રાત્રે મહેસાણામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રાત્રે પડોશમાં રહેતા એક યુવકે મહિલા પ્રિન્સિપલનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આરોપી યુવકે મહિલા પ્રિન્સીપાલ પાસે 2 હજાર રૂપિયા ઉછીના માગ્યા હતા.

ત્યારે મહિલા પ્રિન્સીપાલ રૂપિયા આપવાની ના પાડી હતી, ત્યારે આરોપી યુવકે મહિલાના ઘરમાં ઘૂસીને લોખંડની વસ્તુ વડે મહિલાના માથાના ભાગે પ્રહાર કરીને મહિલાનો જીવ લઈ લીધો હતો. આ ઘટના બની ત્યારે મહિલાના દીકરાએ મહિલાને બચાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીએ મહિલાના દીકરા પર પણ પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં મહિલાનો દીકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મહેસાણામાં આવેલી મોઢેરા ચોકડી નજીક નવદીપ ફ્લેટમાં બની હતી. મળતી માહિતી અનુસાર અહીં રહેતા રોનક પટેલ નામના યુવક પાસે આરોપી હર્ષ સુથારે 2000 રૂપિયા ઉછીના માગ્યા હતા.

ત્યારે રોનક પટેલે રૂપિયા આપવાની ના પાડી હતી. તેથી હર્ષ ગુસ્સે ભરાઇને ત્યાંથી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ રોનક પટેલ દૂધ લેવા માટે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ હર્ષ રોનક પટેલની માતા કલ્પનાબેન પાસે પહોંચ્યો અને કલ્પનાબેનના માથાના ભાગે લોખંડની વસ્તુથી પ્રહાર કરીને તેમનો જીવ લઇ લીધો.

એ જ સમયે રોનક પટેલ ઘરે આવ્યું ત્યારે તેને પોતાની માતાને ઈજાગ્રસ્ત હાલતમાં બૂમાબૂમ કરતી જોઈ હતી. ત્યારે હર્ષ રોનક પટેલના માથા પર પણ પ્રહાર કરે છે. ત્યારબાદ અન્ય પડોશીઓ ઘટના સ્થળે ભેગા થઇ ગયા હતા અને આરોપીની ધરપકડ કરી લીધી હતી.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં રોનક પટેલ ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!