અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મેઘાલયની એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મેઘાલયમાં તૂરા થી શિલોન્ગ જઈ રહેલી બસ રિંગડી નદીમાં પડી ગઈ.
મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 6 લોકોનાં મૃત્યુ થયા છે તેવી માહિતી સામે આવી છે. ઉપરાંત ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઈજાગ્રસ્ત લોકોને વિલિયમનગર અને તુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર અકસ્માતના પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોની મૃત્યુની પુષ્ટિ કરી હતી. પરંતુ સૂત્રો અનુસાર મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં અકસ્માતમાં છ લોકોનાં મૃત્યુ થયા છે.
અકસ્માતમાં નદીમાંથી 4 લોકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા અને જ્યારે 2 લોકોના મૃતદેહને બસની અંદર થી બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર 16 જેટલા ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માત નોન્ગશ્રામ પુલ થયો જે ગારો હિલ્સ અને વેસ્ટ ખાસી હિલ્સની સીમા પર આવેલ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બસની અંદર 21 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા.
આ ઘટનાની જાણ થતાં પોલીસને ઇમર્જન્સી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસનું કહેવું છે કે હજુ પણ 2 લોકો ગાયબ છે તેને શોધવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. આ ઉપરાંત મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment