લખીમપુર ખીરીમાં પુરઝડપે આવી રહેલી થાર જીપે રોડ પર ચાલી રહેલા ખેડૂતોને કચડી નાખ્યાં, જુઓ વિડિયો…

50

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે વિરોધ કરનારા ખેડૂતો સાથે બનેલી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ફૂલ ઝડપથી આવી રહેલી જીપ કારે રોડ પર ચાલી રહેલા ખેડૂતોને ટક્કર લગાવી હતી.

ઘટનાના વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેડૂતો હાથમાં લીલા ઝંડા લઈને આગળ વધી રહ્યા છે. ત્યારે પાછળથી એક જીપ કાર સાયરન વગાડતી આવે છે અને રોડ પર ચાલી રહેલા ઘણા ખેડૂતોને ટક્કર લગાવીને ત્યાંથી પસાર થઈ જાય છે.

જીપની ટક્કર ના કારણે ઘણા ખેડૂતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જીપની ટક્કર બાદ એક વૃદ્ધ ખેડૂત બોનેટ પર ઉતરીને પડે છે અને ત્યારબાદ તે નીચે પડી જાય છે.

મળતી માહિતી અનુસાર ઉત્તરપ્રદેશમાં ખેડૂતોની ટક્કર લગાવવાની ઘટના માં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મૃત્યુ થયા છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના 3 ઓક્ટોબરના આસપાસ બની હતી તેમાં આઠ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

યુપી સરકાર દ્વારા મૃત્યુ પામેલા ખેડૂત પરિવાર ને 45 લાખ રૂપિયાનો ચેક આપવાના નિર્દેશ ઓફિસરોને આપી દીધા હતા. આ ઘટનાને લઈને પોલીસે ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દિકરા આશિષ મિશ્રા સહિત 14 લોકોના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ સમગ્ર ઘટનામાં શુભમ મિશ્રા (ઉંમર 27 વર્ષ), હરિઓમ મિશ્રા (ઉંમર 26 વર્ષ), રમણ કશ્યપ (ઉંમર 30 વર્ષ), શ્યામસુંદર નિષાદ (ઉંમર 30 વર્ષ), લવપ્રીત સિંહ (ઉંમર 18 વર્ષ), નક્ષત્રસિંહ (ઉંમર 55 વર્ષ), ગુરુવિંદર સિંહ (ઉંમર 40 વર્ષ), દલજીત સિંહ (ઉંમર 36 વર્ષ) ના મૃત્યુ થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!