લખીમપુર ઘટનામાં એક ડ્રાઇવરને એક ટોળાએ લાકડી વડે ધોકાવ્યો… જુઓ સમગ્ર ઘટનાનો વીડિયો…

66

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં ખેડૂતો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે જબરદસ્ત માથાકુટ થઇ હતી. આ ઘટના બનતા જ યુપી સહિત દિલ્હીથી તમામ પાર્ટીના નેતાઓ કહે પહોંચવા લાગ્યા હતા. ઉપરાંત કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના દિકરા આશિષ મિશ્રા પર આરોપ લાગ્યો છે.

કે તેઓએ ખેડૂતો પર ગાડી ચડાવી દીધી છે. આ ઘટનાને લઈને તંત્ર દ્વારા આશિષ મિશ્રાની કોઈપણ પ્રકારની અટકાયત કરવામાં આવી નથી. આ સમગ્ર ઘટનાને લઇને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કરીને સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરવા આદેશ આપ્યા હતા.

ત્યારે આ ઘટનાનો એક દર્દનાક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક ટોળા દ્વારા ડ્રાઈવરને ધોકાવાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છે કે ડ્રાઇવર પોતાનો જીવ બચાવવા માટે ભીખ માગી રહ્યો છે.

અને આખરે ડ્રાઇવર પોતાનો જીવ ગુમાવે છે. સમગ્ર ઘટનાને આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જમીન પર એક ડ્રાઈવર ઈજાગ્રસ્ત હાલતમાં પડયો છે અને આસપાસ ત્રણ થી ચાર લોકો પોતાના હાથમાં લાકડી લઈને ડ્રાઇવરને ધોકાવી રહ્યા છે.

ડ્રાઇવર પોતાના જીવ માટે ભીખ માંગી રહ્યો છે છતાં પણ આસપાસ ઉભેલા લોકો તેની વાત માનતા નથી અને ડ્રાઈવરને ધોકાવાનું શરૂ રાખે છે. તેના કારણે ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ જાય છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં અત્યાર સુધીમાં કેટલા લોકોના મૃત્યુ થયા છે તેનો કોઈ આંકડો સામે આવ્યો નથી. જ્યારે ખેડૂતો અને ભાજપના નેતાઓ વચ્ચે માથાકુટ થઇ હતી ત્યારે આઠ લોકોના મૃત્યુ થયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!