સુરતના કડોદરા વિસ્તારમાં એક ટપોરી દ્વારા યુવતીની માતાને તલવાર બતાવી, દીકરીની છેડતી કરીને…જુઓ વિડિયો….

80

સુરતની એક ચોંકાવનારી ઘટના નો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ સુરતના પલસાણા તાલુકાના કડોદરા ખાતે પરપ્રાંતિય પરિવારની યુવતીને તેમના જ વિસ્તારમાં રહેતા એક યુવાન દ્વારા છેડતી કરવામાં આવી હતી. અને યુવતીની માથે એસિડ નાખવાની પણ પરપ્રાંતિય ડારો બતાવ્યો હતો.

આ ઉપરાંત ટપોરી દ્વારા યુવતીની માતા અને પણ તલવાર બતાવવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ના પ્રિયંકા ગ્રીન સિટી ખાતે રહેતા યુવતીને તેની બાજુમાં આવેલી બાલાજી નગર સોસાયટીમાં રહેતા રાહુલ સિંગ નામના એક યુવક દ્વારા છેલ્લા થોડાક સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને છેડતી પણ કરવામાં આવતી હતી.

ત્યારે આ સમગ્ર ઘટનાને લઇને યુવતીની માતાએ કડોદરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને જણાવ્યું હતું કે મારી દીકરી સાથે આ પ્રકારની છેડતી કરવામાં આવી રહી છે અને એસિડન આપવાનો પણએ ડારો બતાવવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત ટપોરી ડારો આપ્યો હતો કે જો યુવતી તેની વાત નહીં માને તો તેના મોઢા પર એસિડ નાખવાની સાથે તેનો જીવ લઇ લેવા નો ડારો પણ આપ્યો હતો. ત્યારે ગઇકાલે આ સમગ્ર ઘટનાને લઇને ધોળા દિવસે તલવાર લઈને રાહુલે ખુલ્લેઆમ હોબાળો મચાવ્યો હતો.

આ ઉપરાંત રાહુલે આ સમગ્ર ઘટનાને લઇને યુવતીની માતા ને પણ તલવાર બતાવી હતી. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાનના ત્રાસથી યુવતીનો પરિવાર કડોદરા છોડવાની તૈયારીમાં છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!