Woman dies in accident in Keshod: આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા અકસ્માત ના વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા અકસ્માતો તો એવા હોય છે જે જોઈને આપણું હૃદય ધ્રુજી ઉઠે છે, આવો જ એક અકસ્માત જૂનાગઢ શહેરમાંથી સામે આવ્યો છે. જૂનાગઢના કેશોદમાં(Keshod) ગુરુવારે એકિટવા સવાર મહિલા પર ક્રેઈન ફરી વળતા મોત(Woman dies in accident) નીપજ્યું હતું.
આ અકસ્માતાના બનાવના સીસીટીવી સામે આવ્યા છે. પોલીસે અકસ્માત સર્જનારા ક્રેઈનના ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. કેશોદના સોંદરડા ગામમાં રહેતા રત્ન કલાકાર મહિલા પ્રવિણાબેન અશ્વિનભાઈ વાજા ગુરુવારે કેશોદથી પોતાના ગામ સોંદરડા જઈ રહ્યા હતા. ત્યારે કેશોદ પોસ્ટ ઓફિસ નજીક ક્રેઈનના ચાલકે અડફેટે લેતા પ્રવિણાબેન પડી ગયા હતા.
ક્રેઈનના તોતિંગ વિહીલ તેના પર ફરી વળતા પ્રવિણાબેન નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કેશોદમાં બનેલી જીવલેણ અકસ્માતની આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે રસ્તાની એક બાજુ રખડતા ઢોર નો અડીંગો છે. બીજી તરફ અડધા રસ્તા સુધી વાહનો પાર્ક થયેલા જોવા મળી રહ્યા છે.
જૂનાગઢના કેશોદમાં એકટીવા સવાર મહિલાને ક્રેન ચાલકે કચડી નાખી, મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત… જુઓ અકસ્માતના CCTV ફૂટેજ… pic.twitter.com/NGKSGJwKj7
— GUJJU ROCKZ (@gujju_rockz) July 14, 2023
તેની વચ્ચેથી પસાર થઈ રહેલી એક ક્રેઈન ચાલકે બાજુમાં જઈ રહેલા એકટીવા સવાર મહિલા ને ટક્કર મારતા પડી ગયા હતા. પરંતુ મહિલા પર ક્રેઈનના ટાયર ફરી વળ્યા હતા, મૃતક મહિલાના પરિવારમાં પતિ અને એક 17 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે અકસ્માત સર્જનાર ક્રેઈન ચાલક સાથે હરેશભાઈ મોહનભાઈ વાજા દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢના કેશોદમાં જે રીતે અકસ્માત સર્જાયો તેવો જ અકસ્માત અઠવાડિયા પૂર્વે ગાંધીનગરના કુડાસણની કાનમ રેસીડેન્સી પાસે સર્જાયો હતો. જેમાં અજાણી કારના ચાલકે અડફેટે લેતા એકટીવા સવાર માતાની નજર સામે જ ચાર વર્ષના પુત્રનું મોત નીપજ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment