ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. આવા વરસાદી માહોલમાં ગઈકાલે જૂનાગઢમાં એક મોટી દુર્ઘટના બની હતી. આ ઘટનામાં જુનાગઢ શહેરના કડિયાવાડ વિસ્તારમાં એક બિલ્ડીંગ પડી ગઈ હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો હચમચી ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડીંગ 50 વર્ષ જૂનું હતું.
મૃત્યુ પામેલા ચાર લોકો માટે ત્રણ લોકો તો એક જ પરિવારના છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. આ ઘટનામાં પિતા અને તેમના બે બાળકોનું મોત થયું છે. આ ઉપરાંત ચા લારી ચલાવતા એક આધેડ વ્યક્તિનો પણ મોત થયું છે. ઉપરાંત અકસ્માતની ઘટનામાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
જાણવા મળી રહ્યો છે કે બપોરે 12 વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાના સાત કલાક પછી સાંજના સાત વાગ્યાની આસપાસ ચાર લોકોના મૃતદેહ મળ્યા હતા. એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું.
વિગતવાર વાત કરીએ તો રિક્ષા ચલાવવાનો ધંધો કરતા સંજયભાઈ ડાભીના બે દીકરાઓ તરુણ અને દક્ષ બંને બીમાર હતા. તેથી સંજયભાઈ રિક્ષા લઈને પોતાના બંને બે દીકરાઓ અને પત્ની સાથે દવાખાને આવ્યા હતા. દવાખાનેથી તેઓ પરત આવતા ત્યા ત્યારે અચાનક જ બિલ્ડીંગ પડ્યું હતું અને તેઓ તેમાં દટાઈ ગયા હતા.
જાણવા મળી રહ્યું છે કે આ ઘટના બની ત્યારે સંજયભાઈના પત્ની શાકભાજી લેવા માટે ગયા હતા, એટલા માટે તેઓ બચી ગયા છે. ઘટનામાં સંજયભાઈ અને તેમના બંને દીકરા નું કરુણ મોત થયું છે. આ ઉપરાંત ચા ની લારી ચલાવતા એક કાકાનું પણ મોત થઈ ગયું છે.
બિલ્ડીંગ પડતા જ આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનામાં 33 વર્ષીય સંજયભાઈ સતિષભાઈ ડાભી, 7 વર્ષનો સંજયભાઈ ડાભી, 13 વર્ષનો તરુણ સંજયભાઈ ડાભી અને 52 વર્ષીય સુભાષભાઈનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment