રાજકોટના જસદણમાં વેપારીએ કર્યો પોતાનો જીવ ટૂંકો, જાણો શા માટે કર્યું આવું…

Published on: 7:48 pm, Mon, 6 September 21

આજકાલ રાજ્યમાં જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે રાજકોટની એક ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના વિરપુરના પીઠડીયા ગામ પાસે ત્યાં એક જસદણ ના વેપારીઓ ઝેરી ટુકડો ખાઈને પોતાનું જીવન ટૂંકું કર્યું હતું. મળતી માહિતી અનુસાર વેપારીઓ ઉપર વ્યાજખોરોનો દબાવ વધવાના કારણે વેપારીઓ એ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

ઉપરાંત ચિઠ્ઠીમાં કોણે લખ્યું હતું કે વ્યાજખોરો પરેશાન કરતા હતા તે માટે તેઓએ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો. ફોટામાં ડાબી બાજુ રહેલા મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ભીખાભાઈ છે અને જમણી બાજુ રહેલા વ્યક્તિ વ્યાજ વટાવ નો ધંધો કરે છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના વિરપુર પાસેના પીઠડિયા ગામની જેમાંથી એક મૃતદેહ મળી આવ્યું હતું. તપાસમાં જાણ થઈ કે મૃત્યુ પામેલા વ્યક્તિએ પોતાનો જીવ જાતે જ ટૂંકો કર્યો છે. ઉપરાંત મૃત્યુ પામેલા ભીખાભાઈ ના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી પણ મળી આવી હતી.

તેમને શેના કારણે પોતાનો જીવ ટૂંકો કર્યો તે ચિઠ્ઠીમાં લખ્યું હતું. મળતી માહિતી અનુસાર ભીખાભાઈ બોલ્યા નામના વ્યક્તિએ ધંધો કરવા માટે થોડાક રૂપિયા જસદણના દિલીપભાઈ ગોવિંદ ચાવ પાસેથી વ્યાજ પર રૂપિયા લીધા હતા અને સામે તેણે તેને એક પણ લખી આપ્યો હતો.

ભીખાભાઈ દિલીપભાઈ પાસેથી ત્રણથી ચાર વખત રૂપિયા લીધા હતા. ભીખાભાઈ અંદાજે દિલીપભાઇ ચાવ પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા. મૃત્યુ પામેલા ભીખાભાઈ દિલીપભાઈ ને એના બધા પૈસા વ્યાજ સાથે આપી દીધા હતા.

છતાં પણ દિલીપભાઈ ભીખાભાઈ ને સતત માનસિક તણાવ આપતા હતા. દિલીપભાઈ ભીખાભાઈ ને એમ કહેતા હતા કે તમે મારી પાસેથી ૨૫ લાખ રૂપિયા લીધા છે અને તેવું કહીને પરત આપવા માટે દબાણ કરતા હતા. આ કારણોસર ભીખાભાઈ પોતાનો જીવ ટૂંકો કર્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!