આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ખૂબ જ સામે આવી રહી છે. રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આવો જ એક કિસ્સો જામનગરમાંથી સામે આવ્યો છે, જામનગર લાલપુર બાયપાસ ચોકડી નજીક એક અકસ્માતની હદમચાવી દેતી ઘટના સામે આવી છે.
જેમાં પુર ઝડપે આવી રહેલા એક ટ્રકે કારને ટક્કર મારતા કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં આવી ગઈ હતી. જેને પગલે અકસ્માત થયો હતો, ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું છે. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે, અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ છે.
વિગતવાર જાણીએ તો જામનગર લાલપુર બાયપાસ ચોકડી નજીક કાર અને ટ્રક અને ટેલર વચ્ચે ત્રીપલ અકસ્માતની ઘટના બની છે. જેમાં ઠેબા ચોકડી જવાના રસ્તા ઉપર ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતાં એક મહિલાનું મોત થયું છે.
મૃતક નું નામ વાલીબેન સોલંકી છે, સમગ્ર ઘટનામાં એક વ્યક્તિ નગાજણભાઈ સોલંકી નો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી છે.
મહિલાની મોજડી માંથી અચાનક જ નીકળ્યો ખતરનાક સાપ… પછી તો કંઈક એવું થયું કે…વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/XTiuH8LqHg
— GUJJU ROCKZ (@gujju_rockz) October 5, 2023
આ અકસ્માતમાં કારનો કુચો બોલી ગયો છે, તેમાંથી ટ્રેલરમાં પણ આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું છે. સમગ્ર ઘટનામાં કારમાં સવાર એક મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય એક વ્યક્તિનો બચાવ થયો હતો. જામનગરમાં એક સપ્તાહથી દરરોજ અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.
થોડા દિવસ પહેલા રાત્રિના સમયે માટલી પાસે અકસ્માત સર્જાયો હતો. એમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, ત્યારબાદ શહેરમાં ગોકુલ નગર પાસે આવેલા સાંઢીયા પુલ પાસે પણ એક અકસ્માતની ઘટના બની હતી, જેમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment