સ્વાભાવિક રીતે જાણીએ છીએ કે માતા-પિતા માટે પોતાનું બાળક અનમોલ હોય છે એક પળ પણ તેનાથી વિખૂટું પડી જાય તો માતાપિતા મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં ઘણા બાળકો તેમના માતા પિતા થી વિખુટા પડી ગયા હોય છે અને માતા-પિતા ચિંતાતુર બની જાય છે. એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં રાજકોટમાં એક બાળક ખોવાનો કિસ્સો સામે આવ્યો.
વિસ્તૃતમાં જણાવીશ તો રાજકોટમાં 25 વર્ષ પહેલાં પોતાની કાકાની દીકરી સાથે સાયકલ લઈને યાજ્ઞિક નામનો બાળક રોડ પર ફરવા ગયો હતો. તે હજુ સુધી ઘરે પરત ફર્યો નથી તેમનો પરિવાર ખૂબ જ ચિંતાતુર બની ગયો છે .આજે પણ તેમના માતા-પિતા પોતાના વ્હાલસોયા બાળક ની રાહ જોઈ રહ્યા છે એટલું જ નહીં આજે પણ તેના માતા-પિતાએના બાળક ની સાઇકલ પણ સાચવી રાખી છે.
25 વર્ષ થયાં પરંતુ હજુ પણ એ દીકરાની કોઈ સંભાળ નથી. હજુ પણ તેના માતા-પિતાએ બાળકની પથારી પાથરે છે. તેના માતા પિતા વિશે વાત કરીશું તો રાજકોટના એ માતા પિતા નું નામ રસિકભાઈ અને રસીલાબેન છે તેઓ આજે પણ પોતાના દીકરા મોહિની રાહ જોઈ રહ્યા છે.
તેમના દીકરા ને શોધવામાં આજે પણ વ્યસ્ત છે છતાં કોઈ સાર સંભાળ નથી અને માત્ર ને માત્ર તેના દીકરા ની રાહ જોઈ રહ્યા છે કે હમણાં જ આવશે. રસિકભાઈ અને રસીલાબેન હજુ પણ પોતાના દીકરાની પથારી પાથરે છે તેની સાયકલ સાચવી છે. તેમને પૂરેપૂરો વિશ્વાસ છે કે તેમનો દીકરો એક દિવસ જરૂર તેમની પાસે આવી જશે તેથી તેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
25 વર્ષ થયાં પરંતુ હજી પણ મોહીલનો કોઈ અત્તોપત્તો નથી. તેથી તેના માતા-પિતા ખુબ જ દુઃખી નજરે પડે છે. આ કિસ્સા વિશે વાત કરીએ તો 25 વર્ષ પહેલા એટલે કે 21 મે 1997ના રોજ મોહિલ પોતાના કાકાની દીકરી સાથે શહેરના કોઈ માર્ગ પર મોહિલ કાકાની દીકરી ખુશ્બુ સાથે ડી એચ કોલેજ પાછળ ની જગ્યાએ જાગનાથ પોલીસ ચોકી સામે સાઇકલ લઇને રમવા માટે ગયો હતો.
ત્યારથી તે ખોવાઈ ગયો હતો જ્યારે તેના માતા-પિતાને આ ઘટનાની જાણ થઈ હતી ત્યારે સમગ્ર પરિવાર મા અરેહટી સર્જાઈ ગઈ હતી અને પોતાના દીકરાની શોધવા માટે આમ તેમ ફરી રહ્યા હતા. પરંતુ 25 વર્ષ થયા પણ હજુ પણ તેના બાળકની કોઇ જાણ નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment