IPL 2022 ની લગભગ અડધી મેચો પૂરી થઈ ગઈ છે. સમગ્ર મેચ દરમિયાન તેઓનું ખૂબ જ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્યારે હવે પ્લે ઓફમાં પહોચવા માટે દરેક ટીમ ખૂબ જ મહેનત કરી રહી છે. તમને જણાવી દઈએ કે, લિસ્ટ માં કુલ ૭૦ મેચ રમાવાની છે તેમાં દરેક ટીમોને 14 મેચ રમવાની હોય છે.
16 કે તેનાથી વધુ પોઇન્ટ પ્રાપ્ત કરનારી ટીમો સામાન્ય રીતે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લે છે ત્યારે બે ટીમો એવી છે કે, જેઓએ પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. પોતાના શાનદાર પ્રદર્શનના કારણે આ બંને ટીમોને પ્લેઓફમાં પહોંચવું ખૂબ જ સરળ બન્યું છે. આવો, વાત કરીએ તેમના વિશે.
તમે જાણતા જ હશો કે, ગુજરાત ટાઇટન્સ એ IPL 2022 દરમ્યાન પોતાનું ખૂબ જ શાનદાર પ્રદર્શન આપ્યું છે. આ ટીમનું નેતૃત્વ હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. સમગ્ર આઈપીએલ દરમિયાન આ ટીમે પાંચ મેચો જીતી છે અને એક જ વાર હારનો સામનો કરવો પડ્યો છે. પોઇન્ટ ટેબલ ની વાત કરીએ તો આ ટીમના પોઇન્ટ હાલ 10 છે. આ ટીમની સ્થિતિ જોઈને કહી શકીએ છીએ કે, ગુજરાતની ટીમ પ્લેઓફમાં આવવા માટે નક્કી જ છે.
જ્યારે વાત કરીએ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની તો. તેઓ પણ પોતાનું શાનદાર પ્રદર્શન આપીને આગળ વધ્યા છે. આરસીબી ની ટીમ સાત મેચોમાંથી પાંચ મેચ જીતી છે. અને તેના પોઇન્ટ પણ 10 છે જો આ ટીમ હજુ ચાર મેચ જીતી લે તો તે પણ પ્લે ઓફમાં પહોંચી શકે તેમ છે.
અન્ય ટીમ ની વાત કરીએ તો, રાજસ્થાન રોયલ, લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ 8 પોઇન્ટ સાથે પ્લે ઓફ માં આવવાની રેસમાં જોડાયેલા છે. જ્યારે કોલકાતા અને પંજાબની ટીમ 6 પોઇન્ટ સાથે મેદાનમાં છે. દિલ્હી કેપિટલ્સ પાસે માત્ર 4 જ પોઇન્ટ છે પરંતુ તેને હજી 9 મેચ રમવાની બાકી છે. માટે કહી શકાય કે, પ્લે ઓફમાં પહોચવા માટે દિલ્હી પાસે હજુ પણ મોકો છે.
હવે IPL 2022 ની તમામ મેચો ખુબ જ મજેદાર થવા જઈ રહી છે. એકથી એક ટીમ ટક્કર નો મુકાબલો આપી શકે તેમ છે. ત્યારે લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલાડીઓની સાથે સાથે તેઓના ફેન્સ પણ ખૂબ જ ઉત્સાહિત થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment