ગુજરાત કોંગ્રેસ એક્શન મોડમાં, લેવાય શકે છે અત્યંત મહત્વનો આ નિર્ણય.

70

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી અત્યારથી જ શરૂ કરી દીધી છે. એવામાં કોંગ્રેસ ફરી એકવાર એક્શન મોડમાં કોંગ્રેસના નેતા અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવાડિયા આ તમામ નેતાઓની બેઠકનો દોર શરૂ થઇ ગયો છે.

બેઠકમાં જિલ્લા અને તાલુકા માં થતી નબળી કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી તેમજ જે કાર્ય કરો પોતાનું કામ સરખી રીતે નથી કરતા ને પોતાની કામગીરી નબળી રાખે છે તેને પાર્ટીમાંથી રાજીનામું આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણી પહેલા જ જિલ્લા અને તાલુકા માં થતી કામગીરી નો રિપોર્ટ માંગ્યો. આ ઉપરાંત પોતાના પક્ષ માટે સારું કામ કરનાર કાર્યકરોની પણ વિગતવાર યાદી માગી.

આગામી વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો પક્ષ મજબૂત કરવા માટે કોંગ્રેસ દ્વારા આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીમાં ગ્રાઉન્ડ લેવાલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં નવા ચહેરા પણ દેખાઈ શકે છે.

છેલ્લા કેટલાય વર્ષોથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી જેટલી નથી શક્યો. તે માટે વિધાનસભાની ચૂંટણીમાં પોતાનો ગઢ મજબૂત કરવા માટે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય રેડ મેપ તૈયાર કરવામાં આવશે.

છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્યમાં ભાજપે પોતાનો ગઢ મજબૂત રાખીને શાસન પર ટકી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ અન આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!