ગોંડલમાં માતા અને દીકરાએ એક સાથે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું….માં-દીકરાનું મોત થતા પરિવાર ચોધાર આસુએ રડી પડ્યું…

Published on: 11:09 am, Sat, 13 May 23

ગોંડલમાં(Gondal): બનેલી એક જીવ ટૂંકાવાની ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ગોંડલ શહેરના ગાયત્રીનગરમાં રહેતા માતા અને દીકરાએ વહેલી સવારે ઝેરી દવા પીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

એક જ દિવસે પરિવારના બે સભ્યોના મત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ ઘટનામાં 70 વર્ષીય ભારતીબેન પીઠવા અને તેમના 30 વર્ષીય દીકરા મિરાજ પીઠવાએ કોઈ અગમ્યા કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મળતી માહિતી અનુસાર સારવાર દરમિયાન સૌપ્રથમ મિરાજે પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ત્યારબાદ મિરાજની માતાનું મૃત્યુ થયું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિનોદચંદ્ર પીઠવાએ ગોંડલ સીટી પોલીસને નિવેદન આપ્યું હતું કે, ઘટના બની ત્યારે તેઓ અગાસીમાં હતા. થોડીક વાર બાદ વિનોદચંદ્ર નીચે આવ્યા ત્યારે તેમની પત્ની જમીન પર પડેલી હતી અને તેમના મોઢામાંથી ફીણ નીકળી રહ્યા હતા. આ દરમિયાન તેમનો દીકરો દોડીને તેમની પાસે આવે છે અને તે પણ અચાનક જ બેભાન થઈ જાય છે.

આ ઘટના બનતા જ વિનોદચંદ્ર ખૂબ જ ગભરાઈ ગયા હતા. જેના કારણે તેમને બૂમાબૂમ કરી હતી આ કારણોસર પડોશીઓ ઘરમાં એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ માતા અને દીકરાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન લગભગ 10:00 વાગ્યાની આસપાસ મિરાજે પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ત્યારે સાંજના સમયે ભારતીબેને પણ સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. બંને કયા કારણોસર આ પગલું કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે વિનોદચંદ્ર પરિવાર સાથે આફ્રિકાના દારેસલામમાં રહેતા હતા.. છેલ્લા પાંચ વર્ષથી તેઓ પોતાના વતન ગોંડલ પરત ફર્યા હતા. બિરાજે ધોરણ 12 સુધીનો અભ્યાસ આફ્રિકામાં કર્યો હતો.

ભારત ફર્યા બાદ મિરાજ પુના કોલેજમાં થોડાક સમય માટે અભ્યાસ કર્યો હતો. પરંતુ મિરાજને કેન્સરની બીમારી હોવાના કારણે તે સતત ડિપ્રેશનમાં રહેતો હતો. જેના કારણે માતા-પિતા પણ મિરાજની તબિયત માટે સતત ચિંતામાં રહેતા હતા. માતા અને દીકરાના સુસાઇડનો સાચો કારણ જાણવા મળ્યું નથી પોલીસે આ દિશામાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો