ગારિયાધારમાં પિતાએ પોતાના દિકરાનો જીવ લઇ લીધો, ત્યારબાદ દિકરાનો મૃતદેહ સાથે કર્યું એવું કે… જાણો સમગ્ર ઘટના

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક પિતાએ પોતાના દીકરાનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ગારીયાધાર તાલુકાના સાતપડા ગામે બની હતી. મળતી માહિતી અનુસાર ગારિયાધારના સાતપડા ગામમાં સ્મશાન પાસેના નાળામાં બળેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી સાતપડા ગામે રહેતા ગભરૂભાઈ રામભાઈ ગરાન નામના વ્યક્તિએ પોતાના 21 વર્ષના હિરેન નામના દિકરાનો જીવ લઇ લીધો હતો.

અને ત્યાર બાદ તેના મૃતદેહને સળગાવી નદીમાં ફેંકી દીધું હતું. ત્યારે ગઈ કાલે સવારે હિરેન મૃતદેહ નદીમાંથી તરતી હાલતમાં જોવા મળ્યું હતું. ઘટના બનતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હિરેનના પિતા ગભરૂભાઈ સામે ગુનો નોંધીને તેમને ઝડપી લેવાની કામગીરી શરૂ કરી હતી.

આ ઘટના બનતા જ સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઇ હતી. પિતાની ધરપકડ થયા બાદ પિતાએ પુત્રનો જીવ કયા કારણોસર લીધો તેનું કારણ સામે આવશે. મળતી માહિતી અનુસાર હિરેનના પિતા ગભરૂભાઈ પહેલી પત્નીનું મૃત્યુ બાદ બીજા લગ્ન કરી લીધા.

ગભરૂભાઈની બીજી પત્ની પણ રિસામણે ગઈ હતી. મૃત્યુ પામેલો હિરેને ભાવનગરની વાળા કોલેજમાં ગ્રેજ્યુએશન તથા આઈ.ટી.આઈ નો અભ્યાસ કરેલો છે. તે હાલમાં ઘરે રહીને પશુ પાલન કરતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો હિરેન માનસિક રીતે બીમાર હતો અને તેની દવા પણ ચાલી રહી હતી.

માનસિક બીમારી હોવાના કારણે હિરેન ગામના ઘણા લોકોને ન કહેવાનું કહી દેતો. તેના કારણે તેના પિતા અને હિરેનને સતત માથાકૂટ થતી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*