ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગાંધીનગરના કોબા કમલમ કાર્યાલય સામેના રોડ પર ગઈકાલે સવારના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. અહીં એક ઝડપી કાર ચાલકે એકટીવા સવાર પિતા-પુત્ર અને દીકરીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં પિતાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
ત્યારે બંને ભાઈ બહેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 વર્ષની દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પિતા અને દીકરીનું અકસ્માતમાં દુઃખદ નિધન થતા પરિવાર ઉપર દુઃખનો પહાડો તૂટી પડ્યો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનો ભાંગીને ભૂકો થઈ ગયા હતા.
આ અકસ્માતની ઘટના અમદાવાદ કોબા હાઇવે રોડ ઉપર બની હતી જેના કારણે હાઇવે રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે પિતા અને દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ભાસ્કરભાઈ પ્રવીણભાઈ પારેખ હતું. તેઓ કોબા ખાતે મહાવીર હિલ્સ ફ્લેટમાં પોતાના પરિવાર સાથે રહેતા હતા. દરરોજની જેમ ભાસ્કરભાઈ કોબાની સ્કૂલમાં અભ્યાસ કરતી પોતાની 17 વર્ષની દીકરી ઝરણા અને 8 વર્ષના દીકરા જીઆને એકટીવા લઈને સ્કૂલે મુકવા જતા હતા. આ દરમિયાન રસ્તામાં એક ઝડપી કારે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ભાસ્કરભાઈ અને તેમના બંને બાળકો હવામાં ફૂટબોલની જેમ ફંગોળાય ને જમીન પર પટકાયા હતા. આ અકસ્માતની ઘટનામાં ભાસ્કરભાઈને ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે તેમના બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન 17 વર્ષની દીકરી ઝરણાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
બાપ-દીકરીના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનોને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં ત્રણ છોકરાઓ હાજર હતા. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment