પિતાની નજર સામે દીકરી પોતાનો જીવ ટૂંકો કરવા માટે અગાસી પર પહોંચે છે, ત્યારબાદ થાય છે એવું કે, જુઓ વિડિયો…

62

આજકાલના યુંગસ્ટર્સ નાની નાની વાતોમાં પોતાની ધીરજ ગુમાવી ને પોતાનો જીવ ટૂંકો કરવાના પગલાં ભરે છે. ત્યારે વલસાડમાં તેવી જ એક ઘટના બની છે. મળતી માહિતી મુજબ સેલવાસમાં અગાસી પર પોતાનો જીવ ટૂંકો કરવા જતી એક દીકરીને તેના પિતાએ બચાવી લીધી હતી અને આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર પોતાનો જીવ ટૂંકો કરવાના હેતુથી એક યુવતી એપાર્ટમેન્ટના ટેરેસ પર ચડી ગઇ હતી. આ જોઈને આસપાસ મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં યુવતીના માતા-પિતા પણ તાત્કાલિક ટેરેસ પર દોડી આવ્યા હતા.

માતા-પિતા ટેરેસ પર જઈને દીકરીને સમજાવવાનો ઘણો પ્રયત્ન કરે છે. પરંતુ દીકરી માનવા તૈયાર જ ન હતી. ત્યારે દીકરીને બચાવવા માટે તેનો હાથ પકડી લીધો હતો અને દીકરી નીચે કૂદકો મારે તે પહેલા પિતાએ દીકરી અને ત્યાંથી નીચે ઉતારી લીધી હતી.

દીકરીના જીવ ટૂંકો કરવાના પ્રયાસનું હજુ કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ આ સમગ્ર ઘટનાનો વીડિયો દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.

આ ઘટના દરેક માતા-પિતા માટે ચેતવણીરૂપ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આજકાલના યુવાનોની આવો કોઈ પણ નાની વાતમાં પોતાના માતા-પિતાથી રિસાઈને આ પ્રકારના પગલાં ભરવાની હરકતો કરે છે.

કોઈ પણ બાળકને તેના માતા-પિતા તેની ભલાઈ માટે જ કહેતા હોય છે પરંતુ બાળકો તે વાતને ઉંધી લઈ લે છે અને આ પ્રકારના પગલાં પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!