આજકાલ સ્પેશિયલ મીડિયા પર અંગદાનની ઘટનાઓના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે. ધોરાજી ની સગર્ભાના જુનાગઢમાં પ્રસુતિ વખતે આચકીને લીધે હૃદય બંધ પડી ગયા બાદ તેના અંગોનું દાન કરવા માટે પરિવારજનોએ સંમતિ આપી હતી. એમાંથી હૃદયનું દાન અમદાવાદના યુવાન માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા ન થઈ શકતા અને બીજા શહેરમાં વિદેશના દર્દી માટે વ્યવસ્થા થયા બાદ હૃદય બીજી વખત બંધ પડી જતા તેનું દાન થઈ શક્યું ન હતું.
જ્યારે બે ફેફસાનું ગુડગાંવના દર્દીને તેમજ લીવર અને કિડની નું અમદાવાદના દાન કરવા માટે બે ગ્રીન કોરિડોર રચાયા હતા. ધોરાજી ના 27 વર્ષીય ક્રિષ્નાબેન જયદીપભાઇ હિરપરા ને તાણ આચકી ઉપડી જતા તાત્કાલિક જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં બીજી વખત આચકી આવતા તેમનું હૃદય બંધ પડ્યું, તબીબો એ તાબડતોડ પીસીઆર આપીને હૃદય ચાલુ કર્યું.
સિઝેરિયન મારફત બાળકનો જન્મ કરાવ્યો જોકે બાળક મૃત હતું. બીજી બાજુ ક્રિષ્નાબેન ની તબિયત પણ બગડી ગઈ હતી. આખરે તેમનું મગજ તમામ સેન્સેશન ગુમાવી નિષ્ક્રિય થઈ ગયું, આથી તેમને બ્રેઈન્ડેડ જાહેર કરાયા. સાથે પરિવારજનોને ઓર્ગન ડોનેશન માટે સમજાવાયા. આથી ઓર્ગન ડોનેશન માટે તાત્કાલિક તૈયારીઓ કરીને નિયમો મુજબ બધે જાણ કરાઈ. જેમાં અમદાવાદના યુવાનને હૃદય પહોંચાડી શકાય એમ હતું, પણ કેશોદ એરપોર્ટ પર વિઝિબિલિટીના અભાવે ફ્લાઇટ આવી શકે એમ ન હતી.
હેલિકોપ્ટર ની વ્યવસ્થા માટે નો ખર્ચ કરવાની યુવાનની આર્થિક સ્થિતિ ન હતી, આથી બહારના રાજ્યની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વિદેશી દર્દી હેલિકોપ્ટર ની વ્યવસ્થા કરવા તૈયારી દાખવી હતી. પરંતુ એ દરમિયાન ક્રિષ્નાબેન નું હૃદય બીજી વખત બંધ પડી જતા હૃદયનું દાન કોઈને ન થઈ શક્યું. આ રીતે વાતાવરણ તેમના હૃદયના દાન માટે વેરી બની ગયું. તેમના બંને ફેફસા મેંદાતા હોસ્પિટલ ગુડગાંવ તેમજ લીવર અને બંને કિડની આઈ.કે.ડી હોસ્પિટલ અમદાવાદ લઈ જવાયા.
આ અંગે ડોક્ટર આકાશ પટોળીયાએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં બે વખત ગ્રીન કોરીડોર આપવામાં આવ્યો એ પહેલી ઘટના છે. આ ઉપરાંત આ ઓર્ગન મેળવવા માટે હૈદરાબાદ,મુંબઈ, ચેન્નઈ અને દિલ્હીના દર્દીઓ તૈયાર હતા. વિદેશી દર્દી માટે તો હેલિકોપ્ટર ની વ્યવસ્થા કરવા માટે હા પણ પાડી હતી. પરંતુ એ સમયે દર્દીનું હૃદય બીજી વખત બંધ પડ્યું, ફરીથી શરૂ થયું પરંતુ આવું થઈ રહ્યું હોવાથી હૃદયનું ડોનેશન આપવાનો વિચાર પડતો મૂકવો પડ્યો. જુનાગઢ થી ફ્લાઇટની વ્યવસ્થા કેશોદ થી જ થઈ શકે, ત્યાં વિઝીબીલીટી નો પ્રશ્ન હોવાથી ફ્લાઈટને પરમિશન ન મળતા આખરે ફેફસાને રાજકોટ થી ગુડગાંવ મોકલવામાં આવશે.
જૂનાગઢના ઓર્ગન ડોનેશનની જે ઘટનામાં મહત્વની ભૂમિકા ભજવનાર ડોક્ટર આશાબેન પટોળીયા એ જણાવ્યું હતું. હું જ્યારે એમબીબીએસ ના પ્રથમ વર્ષમાં હતી ત્યારે મારા પિતા અવચરભાઈનું બ્રેઈન્ડેડ થયું હતું. મારા પિતા પણ માનવ શરીરના દાનનું કહેતા, મેં એ સમયે આ કઠિન નિર્ણય કરીને તેમના મહત્વના અંગોનું દાન કરાવ્યું હતું. ત્યારથી હું આ સ્થિતિ સમજી શકું છું, આ હૃદય વલોવી દેનારો સમય હોય છે. પરંતુ એક તબિબ તરીકે બીજી માનવ જિંદગી માટે અમે કઠોર નિર્ણય લેતા હોઈએ છીએ જેને સ્વીકારવામાં આવે તો આવી રીતે માનવ અંગોનું દાન થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment