દિલ્હીમાં એક વ્યક્તિને નશાની હાલતમાં બીડી ન મળતા એક મહિલાનો જીવ લઇ લીધો… જુઓ લાઈવ ઘટનાનો વીડિયો…

69

દિલ્હીની એક ચોંકાવનારી ઘટના નો વીડિયો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ નશાની હાલતમાં બીડી ન મહિલાના ગળા પર પ્રહાર કર્યો હતો. તે કારણોસર મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા અને સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના રવિવારના રોજ રાત્રે ડાબેરી વિસ્તારમાં બની હતી. મળતી માહિતી અનુસાર મહિલા ડાબરી વિસ્તારમાં રહેતી હતી અને મહિલાનું નામ વિભાના છે તેવું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર આરોપીનું નામ દિલીપ છે.

અને તે પણ આ વિસ્તારનો રહેવાસી હતો. મહિલાના પરિવારમાં પત્ની સાથે બે નાના બાળકો છે. મહિલા ડાબેરી વિસ્તારમાં એક જનરલ સ્ટોર ચલાવતી હતી. ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઇને ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે દિલીપ મહિલા પાસે બીડી માંગી રહ્યો.

ત્યારે મહિલાએ ના પાડી હતી અને દિલીપને ગુસ્સો આવી ગયો હતો અને મહિલાના ગળા પર પ્રહાર કર્યો હતો. ઘટના સીસીટીવી ફુટેજમાં તમે જોઈ શકો છો કે જનરલ સ્ટોર ની બહાર એક મહિલાને યુવક બંને માથાકૂટ કરી રહ્યા છે. જ્યારે દિલીપ નામનો યુવક પોતાની બેગ નીચે મૂકે છે અને તેમાંથી ચપ્પુ કાઢે છે.

અને ત્યારબાદ દિલીપ મહિલાને પકડીને તેના ગળા પર પ્રહાર કરે છે. આ ઘટના બનતા જ મહિલા ઘટનાસ્થળે જ બેભાન થઇ જાય છે. અને ત્યારબાદ દિલીપ ઘટનાસ્થળેથી રફુચક્કર થવાનો પ્રયત્ન કરે છે પરંતુ ઘટનાસ્થળે હાજર લોકોએ પકડી લે છે. અને તેને મેથીપાક આપી છે.

અને આસપાસના લોકો ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઇ જાય છે પરંતુ સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ થાય છે. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!