મિત્રો એક દિવસ પહેલા દાહોદમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટના સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. દાહોદ તાલુકાના કઠલા ગામની યુવતીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિનો જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર યુવતીએ પોતાના પતિનો જીવ લેવા માટે 30,000 રૂપિયાની સુપારી આપી હતી. મળતી માહિતી અનુસાર મેધનગર થી કઠલા આવતા પતિનું લોકેશન જાણીને યુવતીએ આરોપીઓને પોતાના પતિનું લોકેશન આપી દીધું હતું.
ત્યાર બાદ આરોપીઓએ યુવકને ઉપાડી લીધો અને ત્યારબાદ ગળું દબાવીને તેનો જીવ લઇ લીધો અને મૃતદેહને જંગલમાં ફેંકી દીધું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં યુવતી અને તેના પ્રેમીની ધરપકડ કરી છે અને અન્ય ત્રણ ફરાર થયેલા આરોપીઓની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર દાહોદ તાલુકાના કઠલા ગામમાં રહેતી આરતી ના લગ્ન જાન્યુઆરી મહિનામાં મધ્યપ્રદેશના મેધનગર ગામના લકી પંચાલ સાથે થયા હતા.
આરતી છેલ્લા 8 વર્ષથી તેના જ ગામના 22 વર્ષીય રોહિત નામના યુવક સાથે પ્રેમસંબંધ વાવ બંધાયેલી હતી. આરતીના લગ્ન થયા બાદ બંનેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે લગભગ દોઢ મહિના પહેલા બન્ને વચ્ચે ફરીથી વાતચીત શરૂ થઈ હતી. આરતી અને રોહિત બંને ફરીથી એકબીજાની સાથે રહેવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ બંનેના પ્રેમની વચ્ચે લકી અડચણરૂપ બનતો હતો.
તેથી બંને મળીને લકીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારબાદ રોહિતે અને આરતી મળીને કઠલા ગામના બચુ, ઇટાવા ગામના પપ્પુ અને વડબારા ગામના રણજીતને લકીનો જીવ લેવા માટે 30 હજાર રૂપિયાની સુપારી આપી હતી. મળતી માહિતી અનુસાર આરતી પોતાના પિતાના ઘરે હતી. 31 મેના રોજ લકી આરતીને તેડવા માટે આવવાનો હતો. પરંતુ લકી કોઇ કારણોસર આવી ન શક્યો.
આ દિવસે લકીનો જીવ લેવાનો કાવતરું ઘડ્યું હતું. ત્યારબાદ 4 જૂનના રોજ લકી આરતીને તેડવા માટે કઠલા ગામ આવવા નીકળ્યો હતો. ત્યારબાદ આરતી એ વારંવાર લખીને ફોન કરીને તેની લોકેશન મેળવતી હતી. ત્યાર બાદ આરોપીઓએ લોકેશન લઈને લકીને ઉપાડી લીધો હતો. ત્યાર બાદ આરોપીઓએ લકીનો ગળું દબાવીને જીવ લઇ લીધો અને તેના મૃતદેહને ફેંકી દીધું હતું.
મોડી રાત થઈ ગઈ છતાં પણ લકી ઘરે પરત ન આવ્યો તેથી પરિવારના લોકોએ તેની શોધખોળ શરૂ કરી હતી. 5 જૂનના રોજ લીકનું મૃત્યુ જંગલમાંથી મળી આવ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે તેમના પરિવારજનોની પૂછપરછ કરી હતી.
લકીની પત્ની આરતી પૂછપરછ દરમિયાન પોલીસની આરતી પર શંકા ગઈ હતી. પોલીસની આ સમગ્ર ઘટનાને લઇને આરતી અને રોહિત વચ્ચેના પ્રેમ સંબંધની પણ ખબર પડી હતી. તેથી પોલીસે રોહિતની પણ પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન આરતી અને રોહિતના નિવેદન અલગ પડયા હતા. ત્યારબાદ પોલીસે બંનેની કડક પૂછપરછ કરી હતી અને બન્ને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment