આજકાલ જીવ ટૂંકો કરવાની ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. ઘણા લોકો આર્થિક રીતે ભાગી જવાના કારણે પોતાનો જીવ ટૂંકો કરે છે અને ઘણા લોકો કોઈ નથી કંટાળીને પોતાનો જીવ ટૂંકો કરે છે. ત્યારે તેવી ઘટના દાહોદ જિલ્લાના દેવગઢબારિયાની સામે આવી છે.
મળતી માહિતી મુજબ એક પુત્રે સાવકી માતા અને પિતા ના ત્રાસથી કંટાળીને પોતાનો જીવ ટૂંકો કર્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા સાવકી માતા અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર દેવગઢબારીયા તાલુકાના ઝાપડીયા ખાતે રહેતા સુબતભાઈ રાઠવાના લગ્ન કાનદારપુર ખાતે કંપાબેન સાથે થયા હતા. અને તેમનો એક પુત્ર પણ હતો. પરંતુ છેલ્લા થોડા વર્ષથી સુબતભાઈ ઝાપટીયા ગામમાં રહેતી મહિલા સાથે સંબંધ બાંધ્યા હતા.
અને સુબતભાઈ પોતાની પ્રેમીકાને બીજી પત્ની તરીકે ઘરે લાવવા માગતા હતા તે કારણે ઘણી માથાકુટ પણ ચાલતી હતી. મળતી માહિતી અનુસાર સુબતભાઈ પોતાની પ્રેમિકા સાથે મળીને કંપાબેન અને તેમના પુત્ર અને અવાર-નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
આ કારણોસર છેલ્લા ચાર મહિનાથી કંપા બેન પોતાના પિયર ચાલ્યા ગયા હતા. આ ઉપરાંત તેમનો પુત્ર જીતેન્દ્ર ઝાપડિયા ખાતે અભ્યાસ કરતો હતો. ત્યારે સુબતભાઈ અને તેની પ્રેમિકા જીતેન્દ્ર અને શારીરિક અને માનસિક ત્રાસ આપીને તેને ઘર છોડી દેવા માટે કહેતા હતા.
આ બંનેના ત્રાસથી કંટાળી આખરે આજરોજ જીતેન્દ્ર પોતાની ઘરની નજીક આવેલા કુવામાં કુદી ને પોતાનો જીવ ટૂંકો કરી લીધો હતો. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઇને જીતેન્દ્રની માતાએ પોતાના પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધમાં આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment