ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં આર્મીમાં જોડાવા માટે રનીંગની પ્રેક્ટિસ કરતા એક યુવકને કારે અડફેટેમાં લીધો હતો, સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ…

Published on: 10:54 am, Sun, 5 September 21

આપણા દેશના યુવાનો આર્મીમાં જોડાવા માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે. જ્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આપણા દેશના યુવાનો આર્મીમાં જોડાવા માટે દિવસ-રાત મહેનત કરતા હોય છે. જ્યારે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે એક યુવક આર્મી માં જોડાયા પહેલાં જ મૃત્યુ પામ્યો છે.

મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામ માં રહેતા એક યુવકની છે. યુવક આર્મીમાં ભરતી ની તૈયારી માટે ની પ્રેક્ટિસ કરતી વખતે એક કારચાલકે યુવકને અડફેટેમાં લીધો હતો.

તે કારણોસર યુવકને ગંભીર ઈજા પહોંચી હતી તેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું.

મૃત્યુ પામેલા યુવક શહેરની શામળદાસ કોલેજમાં S.Y.B.COM માં અભ્યાસ કરતો અને ચોગઠ ગામ માં રહીને આર્મી ની તૈયારી કરતો હતો. યુવકનું નામ ગોપાલ મહેન્દ્રભાઈ ડાભી તેમની ઉંમર 17 વર્ષની હતી. યુવકનું અકસ્માત ઉમરાળા-ચોગઠ હાઇવે પર થયું હતું.

મળતી માહિતી મુજબ ગોપાલભાઈ નું જ્યારે અકસ્માત થયો ત્યારે તેને ઉમરાળા ની સીએચસી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતું.

અકસ્માતે સાંજે 6 વાગ્યાની આસપાસ બન્યું હતું. GJ 23 AF 1005 નંબરની કાર ચાલકે આર્મીની રનીંગ ની પ્રેક્ટિસ કરતા યુવકને ટક્કર મારી હતી. ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં ભેગા થઇ ગયા હતા અને કાર ચાલકને પકડી પાડ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!