ભાવનગર શહેરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં લગ્નના માંડવે કંઈક એવું બન્યું કે પરિવારની લગ્નની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો લગ્ન મંડપમાં અચાનક જ દુલ્હન અને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણોસર દુલ્હનનું કરુણ મૃત્યુ થયું હતું. દીકરીની વિદાય થાય તે પહેલા દીકરીની અર્થી ઉઠતા ચારેય બાજુમાં તમે છવાઈ ગયો હતો.
માંડવે આવેલી જાન દુલ્હન વગર પાછી ફરે તેના બદલે દુલ્હનની બહેનના લગ્ન વરાજા સાથે કરાવવામાં આવ્યા હતા. હાલમાં આ દુઃખદ ઘટનાની ચર્ચા સોશિયલ મીડિયા પર ચારે બાજુ ચાલી રહી છે. વિગતવાર વાત કરીએ તો ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાચામાં 50 વરિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના ઝીણાભાઈ ભગાભાઈ રાઠોડના ઘરે લગ્નનો માહોલ હતો.
દીકરીના લગ્ન હોવાના કારણે પરિવારના સભ્યો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા હતા. એક બાજુ લગ્ન ગીત ગવાઈ રહ્યા હતા જ્યારે બીજી બાજુ ઘરે મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. એવામાં લગ્નના દિવસે જ દીકરીને હાર્ટ એટેક આવતા ખુશીઓના પ્રસંગમાં માતમ ફેરવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ હેતલ હતું. હેતલના લગ્ન રાણાભાઇ બુટાભાઈ આગલોતરના દીકરા વિશાલ સાથે નક્કી થયા હતા.
પરંતુ હેતલ ના લગ્ન થાય તે પહેલા કુદરતને કંઈક અલગ જ મંજુર હતું. મળતી માહિતી અનુસાર લગ્નમાં અચાનક જ હેતલને ચક્કર આવ્યા હતા અને તે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારના સભ્યો મળીને તેને તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ દીકરીને સારવાર મળે તે પહેલા તેનું મૃત્યુ થઈ ગયું હતું. દીકરીનું મૃત્યુ થતાં જ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.
આવા સંજોગોમાં હેતલ ની નાની બહેનને વરરાજા સાથે પરણાવવાનો પરિવારના સભ્યોએ નિર્ણય કર્યો હતો. આવા કપડાં સંજોગોમાં જીવણભાઈ તાત્કાલિક નિર્ણય લઈને પોતાની બીજી દીકરીને પરણાવી છે. આ દરમિયાન મૃત્યુ પામેલી હેતલના મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું.
દીકરી હેતલના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના સભ્યોમાં માતમ છવાઈ ગયું હોત. ઘરે જાન આવી ગયા અને દીકરી સાથે આ ઘટના બની જેના કારણે પરિવારને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. ત્યારબાદ સમાજના લોકો અને ભાઈઓએ ભેગા મળીને પરિવારના સભ્યોને સમજાવ્યા હતા અને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે.
પરિવાર એ પોતાની નાની દીકરીના લગ્ન વરરાજા સાથે કર્યા હતા. જેથી કરીને જાન દુલ્હન વગર પાસે ન જાય. દીકરીના લગ્ન પૂર્ણ થઈ ગયા બાદ હેતલની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. અંતિમયાત્રામાં હાજર તમામ લોકોની આંખોમાં આંસુ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment