ભરતપુરમાં બે ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા બથોબથ, ત્યારબાદ થયું એવું કે…જુઓ વિડિયો…

47

ભરતપુરની સરસવની બજારમાં મંગળવારના રોજ ખાતર લેવાની બાબતમાં બે ખેડૂતો વચ્ચે માથાકુટ થઇ હતી. આ ઘટનામાં બંને ખેડૂતો એકબીજા પર થપ્પટ નો વરસાદ કર્યો. આ ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અને કલમ 151 હેઠળ શાંતિ ભંગ કરવા બદલ બંને ખેડુતોની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ભરતપુરમાં છેલ્લા ઘણા દિવસોથી ખાતરની અછત છે. ચોમાસામાં વરસાદ પડ્યા બાદ હવે ખેડૂતોને વાવણી માટે ખાતર મળતું નથી.

અને કેટલાક ખેડૂતો ખાતર માટે ઉત્તર પ્રદેશ સુધી મુસાફરી કરી રહ્યા છે તેમ છતાં પણ તેઓને ખાતર મળતું નથી. અને ઘણી જગ્યાએ તો ખાતરનું કાળા બજાર પણ ચાલી રહ્યું છે.

ત્યારે આજરોજ સરસવ બજારમાં ખાતર આવવાના અંગે ખેડૂતોને જાણ થઈ હતી. ખેડૂતો ખાતર લેવા માટે સવારના 4 વાગ્યાથી ભીડ એકઠી થવા લાગી હતી. ભારે ભીડના કારણે ચારેબાજુ અફરાતફરી મચી ગઇ હતી.

આ ધક્કામુક્કીમાં તો ઘણી સ્ત્રીઓ જમીન પર નીચે પડી ગઈ હતી. ક્યારે ખાતર લેવા માટે ભીડ માં બે ખેડૂતો વચ્ચે માથાકૂટ થઇ હતી અને ત્યારબાદ બંને બથોબથ આવ્યા હતા. અને ત્યારબાદ બંને એકબીજા પર થપ્પડનો વરસાદ કર્યો હતો.

આ ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંને ખેડૂતોને શાંત પાડ્યા હતા ત્યારબાદ બંને ખેડૂતોની વિરોધમાં કલમ 151 હેઠળ શાંતિ ભંગ કરવા બદલ બંને ખેડુતોની ધરપકડ કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!