બેંગ્લોરમાં જોતજોતામાં તો પત્તાના મહેલની જેમ બિલ્ડીંગ થઈ ધરાશાયી… જુઓ લાઈવ અકસ્માત નો વિડીયો…

90

બેંગ્લોરની(Bangalore) એક ચોંકાવનારી દુર્ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના સાઉથ બેંગ્લોરમાં ગઇકાલે બની હતી. મળતી માહિતી અનુસાર એક જર્જરિત થયેલી એક બિલ્ડીંગ(building) પત્તાના મહેલની જેમ જોતજોતામાં તો ધરાશાયી(Collapsed) થઈ ગઈ હતી.

આ ઘટનામાં કોઈપણ વ્યક્તિને નાની કે મોટી ઈજા પહોંચી નથી. ફાયર વિભાગની ટીમ દ્વારા બિલ્ડિંગમાંથી યોગ્ય સમયે લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર આ ઘટના બની તે પહેલાં જ બિલ્ડિંગમાં રહેતા પરિવારોને જીલ્લા પ્રશાસનની મદદથી બીજી જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. અચાનક જ બિલ્ડીંગ પડવાના કારણે આજુબાજુના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ડર બેસી ગયો હતો.

ભાવ ઉપરાંત નગર નિગમ અને જીલ્લા પ્રશાસનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રસ્તા પર પથરાયેલા કાટમાળને દૂર કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી અનુસાર જિલ્લા પ્રશાસન દ્વારા વરસાદ શરૂ થતાં પહેલાં જ જર્જરિત ઇમારતોને ખાલી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા પ્રશાસન દ્વારા જૂની અને જર્જરિત થયેલી બિલ્ડીંગને ઓળખ કરીને તેને ખાલી કરવામાં આવી રહી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આસપાસ ઉભેલા લોકો ની નજર સામે પત્તાના મહેલની જેમ બિલ્ડીંગ નીચે પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!