જય શ્રી રામ : અયોધ્યામાં માતા શબરીના વંશજો 22 જાન્યુઆરીના રોજ કરશે આ મોટું કાર્ય,જાણી લો કોણ છે માતા શબરીના વંશજો…

અયોધ્યા માં ભગવાન શ્રીરામ જન્મભૂમિ ખાતે મંદિરના અભિષેક માટે 22 જાન્યુઆરીએ અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અયોધ્યાની સાથે ડાંગમાં પણ રામમય બની જશે કારણ કે ડાંગ જિલ્લામાંથી માતા શબરીના વંશજો અયોધ્યા જઇ પરમ પૂજ્ય ભદ્રાચાર્યજી મહારાજના 75 માં જન્મદિવસ નિમિત્તે બોર અને ધનુષ બાણ ભેટ ઘરશે.

ડાંગ જિલ્લાના સબરીધામ સુબીર ખાતેથી માતા શબરીના વંશજો અયોધ્યા ખાતે જય ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞમાં ભાગ લઇ શબરી અને રામ મિલનનો ભારત વર્ષને ભક્તિમય સંદેશ પાઠવવા તેવા સમાચાર સામે આવી રહ્યા છે.

મિત્રો ડાંગ જિલ્લામાં ભગવાન શ્રીરામ લક્ષ્મણજી અને માતા શબરી સાથેના મિલનની ઐતિહાસિક પુસ્તક ભૂમિને ઉજાગર કરતા કાર્યક્રમો આયોજન કરાયું હતું અને તેમાં ત્રેતા યુગના રામાયણમાં સીતાજીની શોધમાં દક્ષિણ દિશામાં વન પરિભ્રમણ કરતા ભગવાન શ્રીરામ અને લક્ષ્મણે માતા શબરીને ડાંગ જિલ્લાના સુબિર પાસેના શબરીધામના ચમક ડુંગર નામક સ્થળે

રૂબરૂમાં દર્શન આપ્યા હતા અને અહીં શબરી માતાના પેઠા બોર ભગવાન શ્રી રામે આરોગ્યા હોવાની લોકવાયકા પ્રચલિત છે.ભગવાન રામે ડાંગની ધરા પર પાવન પગલા પાડ્યા હોવાથી શબરીધામ પ્રત્યે ભાવેશ ભક્તો ખૂબ આસ્થા ધરાવે છે અને વર્ષ 2006 દરમિયાન અહીં રામકથાકાર મોરારીબાપુ ના સુચનથી ભવ્ય શબરી કુંભ મેળાનું આયોજન પણ કરાયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*