ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસ આક્રમક મૂડમાં કોંગ્રેસ કરશે આ મહત્વનું કાર્ય.

Published on: 6:28 pm, Wed, 6 January 21

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ખૂબ જ નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી છે. ચૂંટણી નજીક આવતા બંને પક્ષોમાં તોડ જોડ ની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે ત્યારે ગુજરાત રાજ્યમાં ચૂંટણી જીતવા કોંગ્રેસ આક્રમક મૂડમાં છે.

રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યના મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપ ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે અત્યારથી જ કાર્યરત થઇ ગયા છે ત્યારે અનુરાગ અને ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીમાં પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે.

તાલુકા પંચાયત,નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આગામી સમયમાં યોજાનારી છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ મતદારોને આકર્ષવા માટે અલગ અલગ રણનીતિ બનાવી રહ્યા છે ત્યારે આ વખતની ચૂંટણીમાં ભાજપ કયા મુદ્દા સાથે અને કોંગ્રેસ કેવા મુદ્દા સાથે ચૂંટણીમાં ઝંપલાવશે.

તે તો આવનાર સમય સ્વરાજ્યની જ બતાવશે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા 200 કોંગી નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. આવનારી ચૂંટણીમાં કોંગ્રેસના 200 નેતાઓ ગુજરાત આવશે અને 6 હજાર જેટલા સંમેલનો કરશે.રાજ્યમાં 8 થી 26 જાન્યુઆરી સુધી.

કોંગ્રેસના 6000 સંમેલનનો કરવામાં આવશે.કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની બેઠક દીઠ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં જ પાલિકા મહાનગરપાલિકામાં વોર્ડ દીઠ બેઠક કરવામાં આવશે.રાજ્યમાં કોંગ્રેસ વાળા ભાજપ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મુકવામાં આવ્યો છે.

જ્યારે ભાજપ દ્વારા વિકાસ કરાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.પરંતુ કોંગ્રેસ દ્વારા ભાજપના દાવાઓ પોકળ હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે.ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા કોંગ્રેસ આક્રમક મૂડમાંં.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!