પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજ રોજ થયો મોટો ફેરફાર,જાણો વિગતે

Published on: 6:58 pm, Wed, 6 January 21

દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં લગભગ ૨૯ દિવસ સુધી શાંતિ રહ્યા બાદ આજરોજ મોટો વધારો કરવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આજરોજ પેટ્રોલ પ્રતિ લીટર 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને ડીઝલમાં પણ 25 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઓઇલ પ્રમાણે દેશના અન્ય પ્રમુખ શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. મુંબઈમાં પેટ્રોલ 90.60 રૂપિયે લિટર અને ડીઝલ 80.78 રૂપિયા લિટર, કોલકાતામાં પેટ્રોલ 85.44 રૂપિયા અને ડીઝલ 77.70 રૂપિયા.

તેમજ ચેન્નઈમાં પેટ્રોલ 86.75 રૂપિયા અને ડીઝલના 79.46 રૂપિયા લિટર છે.આંતરરાષ્ટ્રીય બજારમાં હાલના દિવસોમાં કાચા તેલમાં મજબૂતી જોવા મળી છે. લંડન ના બ્રેન્ટ ફૂટનો રેટ 53.89 ડોલર પ્રતિ બેરલ સુધી ચાલ્યો ગયો છે.

જયારે અમેરિકા WTI ફૂટનો રેટ પણ 50 ડોલરથી ઉપર છે.ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં પેટ્રોલના ભાવ ખૂબ જ વધ્યા હતા.તે સમયે ઓગસ્ટના બીજા પખવાડિયાની શરૂઆતથી જ પેટ્રોલની કિંમતમાં વધારાનો સિલસિલો શરૂ થયો હતો તો તેમાં 1 સપ્ટેમ્બર સુધી તેજી જારી રહી છે.

ત્યારબાદ ઘણી વખત પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો કે ઘટાડો થતો રહ્યો પરંતુ ગત 8 ડિસેમ્બર થી તેમાં શાંતિ જ હતી.પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજ રોજ થયો મોટો ફેરફાર આ જનતા માટે ખો ખૂબ જ જરૂરી સમાચાર છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલની કિંમતમાં આજ રોજ થયો મોટો ફેરફાર,જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*