અકસ્માતમાં ગર્ભવતી મહિલાના પેટ ઉપરથી ટ્રક પસાર થઈ ગયું, મહિલાના ગર્ભમાં રહેલી બાળકી 5 ફૂટ દૂર જઈને પડી – ઘટના સાંભળીને રડી પડશો…

મિત્રો આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં એક ટ્રક ગર્ભવતી મહિલાની ઉપરથી પસાર થઈ ગયો હતો. એકસીડન્ટમાં મહિલાનું પેટ ફાટી ગયું છે. અકસ્માતની ઘટના બની ત્યારે મહિલાના ગર્ભમાં રહેલી બાળકી 5 ફૂટ દૂર જઈને રસ્તા પર પડ્યું હતું.

આ ઘટના જાણીને તમે પણ રડી પડશો. આ અકસ્માતની ઘટનામાં મહિલાનું કરુણ મૃત્યુ થયું છે. આજુબાજુના લોકોએ જ્યારે રોડ પર બાળક પાસે પહોંચ્યા ત્યારે બાળકી સહી સલામત હતી. મળતી માહિતી અનુસાર ગર્ભવતી મહિલા પોતાના પતિ સાથે પિયર જતી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃતક મહિલાના પતિએ જણાવ્યું કે, મારી આંખોની સામે જ મારી પત્નીના પેટ ઉપરથી ટ્રક પસાર થઈ ગયો હતો.

આ ઘટનામાં મારી પત્નીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. અકસ્માતની ઘટનામાં મારી બાળકી 5 ફૂટ જેટલી દૂર જઈને રોડ પર પડી હતી. મળતી માહિતી અનુસાર મહિલાના મૃત્યુના સમાચાર સાંભળીને તેના કાકાને પણ આઘાત લાગ્યો હતો અને તેના કાકાનું પણ નિધન થયું હતું. મહિલા અને તેના કાકાના બુધવારના રોજ સાંજે એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં હાજર તમામ લોકોની આંખમાં આંસુ હતા.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આ ઘટના યુપીના ફિરોઝાબાદમાં બની હતી. બુધવારના રોજ રામુ નામનો વ્યક્તિ પોતાની પત્ની કામિની સાથે બાઈક પર સાસરે જતો હતો. કામિનીનું પીયર ફિરોઝાબાદમાં આવેલા વજીરપુરા કોટલામાં છે. મળતી માહિતી અનુસાર કામિનીને 9મો મહિનો ચાલતો હતો. કામિનીએ પોતાના પતિને બુધવારના રોજ સવારે કહ્યું હતું કે, મને પિયર લઈ જાઓ, મને તેમની યાદ આવે છે.

તેથી બુધવારના રોજ સવારે 9:00 વાગ્યાની આસપાસ કામિની અને તેનો પતિ બાઈક પર સાસરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં એક પુરપાડ ઝડપે આવતા ટ્રકે તેમની બાઈકને પાછળથી જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં કામિનીના પેટ ઉપર થી ટ્રક પસાર થઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટનામાં, કામિનીના ગર્ભમાં રહેલી બાળકી બહાર નીકળી ગઈ હતી.

આ અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ અમુક સ્થાનિક લોકોએ રોડ પર પડેલી માસુમ બાળકીને ત્યાંથી ઉઠાવીને જિલ્લાની હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ ઘટનામાં કામિનીનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારના લોકો પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*