ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અમરેલી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદના પગલે અનેક પકોઝવે અને રસ્તાઓ ધોવાઈ ગયા છે અને અનેક રસ્તાઓ તો બંધ પણ કરવામાં આવ્યા છે.
ત્યારે અમરેલીના ચલાલા પથકમાં ધોધમાર વરસાદમાં વાવડી ગામનું ST બસ સ્ટેશન પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયું હતું. અમરેલીમાં ભારે વરસાદ એ તબાહી મચાવી દીધી છે. આવા વરસાદી માહોલ વચ્ચે વાવડી ગામનું બસ સ્ટેશન પાણીમાં તણાઈ ગયું હતું.
આ ઘટનાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદના કારણે વરસાદી પાણી બસ સ્ટેશનની અંદર ઘૂસી ગયું હતું.
જેના કારણે બસ સ્ટેશન પાણીમાં તણાઈ ગયું હતું. વરસાદી પાણી બસ સ્ટેશનમાં પૂછી જતા જ અચાનક જ બસ સ્ટેશનમાં ભુવો પડી ગયો હતો જેના કારણે પાણી બસ સ્ટેશનની આરપાર વેહવા લાગ્યું હતું અને જોત જોતા માં આખું બસ સ્ટેશન પાણીમાં તણાઈ ગયું હતું.
આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકો ચોકી ઉઠ્યા હતા. ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment