ગુજરાતમાં ઠેરઠેર યાત્રાધામો આવેલા છે.તે પૈકીનું એક યાત્રાધામ એટલે અંબાજી મંદિર કે જ્યાં રોજ રોજ હજારો યાત્રિકો દર્શન કરવા માટે મહેરામણ ઉમટી પડતું હોય છે. તેવામાં વાત કરીશું તો અંબાજી મંદિરની પ્રસાદી લેવા માટે લોકો ઉમટી પડતા હોય છે. તેવામાં ઘણા લોકો છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે. એવામાં ઘણી એવી લૂંટની ઘટના પણ બની જાય છે કે જેમાં ઘણા યાત્રિકો ભોગ પણ બનતા હોય છે.
એવામાં જ આજે આપણે વાત કરીશું તો શુક્રવારે સવારે દર્શન કરવા માટે આવેલા અમદાવાદના યાત્રિકને વેપારીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી. યાત્રિક ને રૂપિયા 500ની પ્રસાદીની ટોપલીના રુપિયા 160 વસૂલવા વેપારીએ ધમકી આપી હતી. એવામાં યાત્રીકે રોષ વ્યક્ત કર્યો. વેપારીએ આ યાત્રિકને મારી નાખવાની ધમકી આપવાની સાથે જ યાત્રીક ગુસ્સે થઈ જતા.
તેણે આ સમગ્ર મામલે અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અને અંબાજીમાં પ્રસાદથી માંડીને અલંકારો અને યંત્ર ખરીદીમાં દૂર દૂરથી લોકો આવતા હોય છે. એવાં ઘણાં લોકો છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે. એવું જ એક બનાવ બન્યો જેમાં એક યાત્રિક વેપારી દ્વારા કરવામાં આવેલું છેતરપિંડીનો ભોગ બન્યો હતો.
વિસ્તૃતમાં જણાવીશ અમદાવાદના ગોપાલભાઈ પટેલ કે તેઓ તેમના મિત્ર સાથે પાટણ થી અંબાજી માં અંબાના દર્શનાર્થે આવ્યા હતા. એવામાં તેમણે શક્તિપીઠ સર્કલ પર એક પ્રસાદીના વેપારીએ તેમની આગળ રસ્તો બંધ હોવાનું અને ગાડી પાર્કિંગ સુધી લઇ જવાનો જણાવી મંદિરના પાછળના ભાગે લઈ ગયો હતો.
ત્યાં તેણે દુકાનમાંથી રૂપિયા 251 ની કિંમતની બે પ્રસાદી ટોપલીઓ તેમને આપી હતી. દૂર-દૂરથી દર્શનાર્થીઓ અંબાજી માના દર્શન કરવા આવતા હોય છે. જેમાં ઘણા લોકો આવા લૂંટ અને છેતરપિંડીનો ભોગ બની જાય છે,ત્યારે આ યાત્રીકે તેને જાણ થતાની સાથે જ તેણે પોતાની સલામતી માટે રૃપિયા 360 ચૂકવી ગ્રાહક સુરક્ષા કેન્દ્રની અંબાજી પોલીસ મથકે પહોંચ્યો અને કાર્યવાહી કરવા કહ્યું હતું.
છેતરપિંડીનો ભોગ બનનારા યાત્રિકની બધી જ સમસ્યા પરત્વે વહીવટી તંત્ર દ્વારા કોઇ જ ઠોસ કાર્યવાહી અને અભાવે યાત્રિકો શિકાર બની રહ્યા છે. એવામાં યાત્રિકો પણ શ્રદ્ધા સાથે માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. એવામાં જ ભરતભાઈ કે જેણે બે ટોપલીના રૂપિયા 251 લેકે 502 ચૂકવ્યા પરંતુ તેણે 360 રૂપિયાની માંગણી કરી હતી. જેમાં યાત્રિક વેપારી દ્વારા છેતરપિંડી કરવામાં આવતા તેની સામે રોષ વ્યક્ત કરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment