અમદાવાદમાં ઓપરેશન થિયેટરના કબાટમાંથી દીકરીની લાશ મળી અને બેડની નીચેથી માતાની લાશ મળી, માં-દીકરીના મૃતદેહ એવી હાલતમાં મળ્યા કે હોસ્પિટલના લોકો…

અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની છે. અમદાવાદના ભૂલાભાઈ પાર્ક પાસે આવેલી એક હોસ્પિટલમાંથી માં અને દીકરીનું મૃતદેહ મળી આવ્યું છે. આ ઘટના બનતા જ હોસ્પિટલમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો. સૌપ્રથમ દીકરીનું મૃતદેહ હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળ્યું અને ત્યારબાદ માતાનું મૃતદેહ બેડની નીચેથી મળ્યું હતું.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃત્યુ પામેલી યુવતી નો ઓળખી તો મનસુખ નામનો વ્યક્તિ હોસ્પિટલમાં કામ કરતો હતો. હાલમાં પોલીસે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. માં દીકરી નું મૃત્યુ કયા કારણોસર થયું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

મૃત્યુ પામેલી યુવતીની ઓળખ ભારતી વાળા તરીકે થઈ છે. માહિતી માહિતી અનુસાર ભુલાભાઈ પાર્ક પાસે આવેલી હોસ્પિટલની અંદરથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી. દુર્ગંધ ક્યાંથી આવે છે એ તપાસ દરમિયાન હોસ્પિટલના ઓપરેશન થિયેટરના કબાટમાંથી ભારતીનું મળી આવ્યું હતું.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે હોસ્પિટલમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે મૃત્યુ પામેલી ભારતી અન્ય એક મહિલા સાથે હોસ્પિટલમાં આવી હતી. અન્ય એક મહિલા ક્યાં ગઈ હશે આ અંગે પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન ઓપરેશન થિયેટરના બેડની નીચેથી મહિલાનું મૃતદેહ મળી આવ્યું હતું. આ મૃતદેહ બીજા કોઈનું નહીં પરંતુ ભારતીની માતાનું જ હતું. ભારતીની માતાનું નામ ચંપાબેન છે અને તેઓ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવ્યા હતા. બંનેનો જીવ લેવામાં આવ્યો છે તેવું હાલમાં કહેવામાં આવી રહ્યું છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહે છે. બંનેનો જીવ કયા કારણોસર લેવામાં આવ્યો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મનસુખ નામના વ્યક્તિની પૂછપરછ કર્યા બાદ સમગ્ર ઘટનાને લઈને ઘણા બધા ખુલાસાઓ થઈ શકે છે. હાલમાં તો આ ઘટનાની ચર્ચા ચારેય બાજુ ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*