અમદાવાદમાં કપાતર દીકરો હથોડી લઈને પોતાની માં ઉપર તૂટી પડ્યો… માતાને એવું દર્દનાક મોત આપ્યું કે…સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

અમદાવાદમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક કપાતર દીકરાને પોતાની માતાનો જીવ લઇ લીધો છે. જાણવા મળી રહ્યું છે કે કપાતર દીકરાએ પોતાની માતાનો જીવ લીધા બાદ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બાપુનગર વિસ્તારમાં ભગત નગર પાસેના મકાનમાં કપાતર દીકરાને લોખંડની હથોડી વડે પોતાની માતા ઉપર પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે આરોપી દીકરાને દારૂના નશાની ટેવ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ બાપુનગર પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

દીકરાએ પોતાની માતાનો જીવ કયા કારણોસર લીધો તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી આ ઘટના બનતા જ આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે પોતાની માતાનો જીવ લીધા બાદ આરોપી દીકરો ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે.

પોલીસે મૃત્યુ પામેલી માતાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે દીકરો હથોડી લઈને પોતાની માતા ઉપર તૂટી પડ્યો હતો. માં દીકરા વચ્ચે એવું તો શું બન્યું હશે કે ગુસ્સામાં આવીને દીકરાએ પોતાની માતાનો જીવ લઈ લીધો જેનું કારણ જાણવાની પોલીસ હાલમાં કોશિશ કરી રહે છે. દીકરાની ધરપકડ થયા બાદ સમગ્ર ઘટનાને લઈને ચોક્કસ માહિતી મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*