હે ભગવાન..! અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં બોટાદના કૌટુંબીક ભાઈઓના મોત… દીકરાઓનું પાર્થિવ દેહ જોઈને માતા-પિતાનું હૈયાફાટ રૂદન…

અમદાવાદમાં બુધવારના રોજ મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનાને અમદાવાદમાં સૌથી મોટો અકસ્માત ગણવામાં આવી રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે એક જણાની બેદરકારીના કારણે આ અકસ્માતની ઘટનામાં 9 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના બની ત્યારે વાતાવરણ મરણ ચીસો થી ગુંજી ઉઠ્યું હતું.

મિત્રો તમને જણાવી દઈએ કે મોડી રાત્રે અમદાવાદના સ્કૂલ બ્રિજ પર ડમ્ફરની પાછળ થાર ઘુસી જતા અકસ્માતો સર્જાયો હતો. જેના કારણે આસપાસના લોકો ત્યાં ઘટના સ્થળે એકઠા થયા હતા. આ ઉપરાંત ત્યાં પોલીસ પણ હાજર હતી. આ દરમિયાન ત્યાં એક ઝડપી જેગુઆર કાર ઘુસી આવે છે.

કાર લોકોના ટોળામાં ઘૂસી ગઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. અને જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. ગઈકાલે મોટી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાના પગલે આજ રોજ પોલીસે ઘટનાના મુખ્ય આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલ, ત્રણ યુવતીઓ સહિત છની અટકાયત કરી છે.

ત્યારે અમદાવાદમાં બનેલી ભયંકર અકસ્માતની ઘટનામાં બોટાદના ત્રણ યુવાનોના મોત થયા છે. જેમાંથી બે યુવાનોના પાર્થિવ દેહને બોટાદ લાવવામાં આવ્યા છે. બંને યુવાનોના પાર્થિવદેહ બોટાદ આવતા જ સમગ્ર બોટાદ શહેર અને પથકમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા કૃણાલ કોડિયાના પાર્થિવ દેહને તેના વતન ચાસકા ગામ લઈ જવામાં આવ્યું છે. જ્યારે બંને યુવાનોના મૃતદેહ બોટાદ આવ્યા ત્યારે પરિવારજનો હૈયાફાટ રૂદન કર્યું હતું.

આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ઉપરાંત અકસ્માતમાં મૃત્યુ પામેલા અક્ષરની અંતિમયાત્રા ભાવનગર રોડ ઉપરથી અને રોનકની અંતિમયાત્રા પાળીયાદ રોડ ઉપરથી કાઢવામાં આવી હતી. બંનેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો રોનક અને કૃણાલ બંને કૌટુંબિક ભાઈઓ થાય છે. જે માતા પિતાએ પોતાના બાળકોને ઉછેરીને મોટા કર્યા તે જ બાળકોનું પાર્થિવદે જ્યારે ઘરે આવ્યો ત્યારે માતા પિતા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. અંતિમ યાત્રા દરમિયાન એવા દ્રશ્યો સર્જાયા કે ત્યાં હાજર સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*