અમદાવાદમાં પતિના ત્રાસથી સાબરમતી નદીમાં પોતાનું જીવન ટૂંકાવવા માટે એક યુવતી દોડી, ત્યારે આ બંને યુવકોએ ત્યાં આવ્યા અને…

Published on: 3:13 pm, Sat, 7 May 22

હાલના સમયમાં લોકો કોઈકને કોઈક રીતે કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી દેવા મજબૂત બનતા હોય છે. ત્યારે એવા ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેમાં લોકો પોતાનું જીવન ટૂંકાવી દે છે. એવો જ એક કિસ્સો આજે અમદાવાદના સાબરમતીથી સામે આવ્યો છે કે જ્યાં એક મહિલા પોતાના પતિથી કંટાળીને જીવન ટૂંકાવવા માટે સાબરમતી આવી પહોંચી હતી.

ત્યારે અમદાવાદના જમાલપુરના મોઝી તિજ્જી અને અમન કુવાવાળાએ એક ગૌરવ ભર્યું કામ કર્યું છે. આજે એ બે યુવકને શાબાશી આપવા જેવી છે. એ બંને યુવકે જ્યારે એક મહિલા પોતાનું જીવન ટૂંકાવે તે પહેલા બન્ને યુવકોએ તેને રોકીને બચાવી લીધી હતી. આ મહિલાનું નામ આયશા છે. આયશાએ શુક્રવારે બપોરે રિવરફ્રન્ટ પર પોતાનો જીવ ટૂંકાવવા આવી હતી.

તે સમયે આ બંને યુવકોએ તેને બચાવી લીધી હતી. એવી જ રીતે ફરીથી આ બંને યુવકો એક જ યુવતીને બચાવવા જઈ રહ્યા છે, ત્યારે તીર મિજજીએ જણાવ્યું હતું કે પતંગ બજારમાં રહેતા મોસીન ભાઈનો ફોન આવ્યો હતો કે છોકરી જઈ રહી છે એટલે તુ ફટાફટ તેને બચાવ. એવામાં એક બહેન રોડ પર ભાગ્યા પછી ત્યાંથી નીચે રોડ પર આવ્યા ત્યારે કાઉન્સલીંગ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી અને જલ્દીથી જલ્દી યુવતીને બચાવવામાં આવી.

એ યુવતી પણ સાબરમતીમાં ઝંપલાવીને મોતને વહાલુ કરવા જઈ રહી હતી ત્યારે આ બંને યુવકો તેમની પાસે પહોંચ્યા ત્યારે અમાન કુવા વાળા જણાવ્યું હતું કે અમે જાગૃત નાગરિક છીએ અમે અમારી ફરજ અદા કરીએ છીએ. એક પરિચિત વ્યક્તિએ અમને આ અંગેની જાણ કરી હતી. તેથી અમે કોઈપણ ની રાહ જોયા વગર તમારો જીવ બચાવવા આવ્યા છીએ એ સમયે ખૂબ રડી રહી હતી.

ત્યાર બાદ પોલીસને પણ જાણ કરવામાં આવી અને પોલીસ પણ ત્યાં પહોંચી હતી અને બે યુવતીને લઇને સલામત સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારે આ બંને યુવકોને સલામ કરવા જેવું છે કે જીવન ટૂંકાવવા જઈ રહેલી યુવતીને બચાવી.યુવતીને જીવન ટૂંકાવવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કેમ જીવન ટૂંકાવવા માંગતી હતી.

તે સહિતની તમામ માહિતી આપતા જણાવ્યું કે હું દરિયાપુર વિસ્તારની નગીના પોળમાં રહું છું.  અને પતિના પ્રોબ્લેમના કારણે હું આ પગલું ભરી રહી હતી. તેણે વિશેષમાં જણાવ્યું હતું કે એમના લગ્ન 14 વર્ષની વયે થયા હતા અને તે મૂળ રાજસ્થાનના ટૂંક ની ગામની છે. બે દિવસથી તેનો પતિ તેને ખૂબ હેરાન કરતો હતો અને આ યુવતીના પરિવારજનોને દબાણ આપતો હતો.

તેથી એ યુવતી અચાનક ઘર બહાર દોડી આવતા તે ચોધાર આંસુએ રડી રહી હતી અને કરવા જીવન ટૂંકાવવા મજબૂર બની હતી. આ સમગ્ર વાતની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને એ પરિણીતા યુવતીને સમજાવવામાં આવી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં પતિના ત્રાસથી સાબરમતી નદીમાં પોતાનું જીવન ટૂંકાવવા માટે એક યુવતી દોડી, ત્યારે આ બંને યુવકોએ ત્યાં આવ્યા અને…"

Leave a comment

Your email address will not be published.


*